Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટિકિટ કપાય તેવી સંભાવનાઓ જોતા પાણી પહેલા પાળ બાંધી?
નવી દિલ્હી તા. રઃ જાણીતા ક્રિકેટર અને દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે રાજકીય સંન્યાસની સોશ્યલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર રાજનીતિ નહીં કરે. તેણે આ અંગે પીએમ મોદી અને અમિત શાહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિનંતી કરી છે. ખરેખર ગંભીર હવે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તે સ્પષ્ટ છે કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તે ક્રિકેટને કારણે પોતાની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.
ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, 'મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છે. આ સાથે તેણે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું, મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર. જય હિન્દ.'
ઉલ્લેખનિય છે કે, ગૌતમ ગંભીર હાલમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ છે. ગૌતમ ગંભીર ટી-ર૦ વર્લ્ડ કપ ર૦૦૭ અને ઓડીઆઈ વર્લ્ડકપ ર૦૧૧ માં ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે. ગૌતમ ગંભીરે બન્ને ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. ગંભીરે ટી-ર૦ વર્લ્ડ કપની ફાઈનલમાં પ૪ બોલમાં ૭પ રન બનાવ્યા હતાં તે જ સમયે ઓડીઆઈ કપની ફાઈનલમાં ૯૧ રન આવ્યા હતાં. ગંભીર હાલમાં આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ નો મેન્ટર છે. તે લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર પણ રહી ચૂક્યા છે.
પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. તેમના ટ્વિટમાં આ વાતનો સંકેત આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તેમણે રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત રહેવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીર વર્ષ ર૦૧૧ માં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો ભાગ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેણે ર૦૧૧ ના વર્લ્ડકપમાં પોતાની બેટીંગથી મોટું યોગદાન આપ્યું હતું.
ગૌતમ ગંભીરની આ જાહેરાત પછી રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. આ વખતે લોકસભામાં ટિકિટ મળે તેવી સંભાવના હોવાથી ગંભીરે પાણી પહેલા પાળ બાંધી હોવાના અનુમાનો થઈ રહ્યા છે, જ્યારે આ જાહેરાત મોવડીમંડળના ઈશારે કરવામાં આવી હશે, તેવી અટકળો પણ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial