Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર, અંજાર, ભૂજ, મુંદ્રા, ગાંધીધામ, વાગરા સહિતના વિસ્તારોમાં ઝાપટાંથી દોઢ ઈંચ સુધી કમોસમી વરસાદઃ
જામનગર/અમદાવાદ તા. રઃ હાલાર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ માવઠાનો માર ખેતીને નુક્સાન કરે તેમ હોઈ, ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. મેઘાડંબર વચ્ચે વધુ વરસાદની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે.
વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે અને ધાબળિયા વાતાવરણ વચ્ચે આજે સવારે હાલારમાં કમોસમી ઝાપટું વરસ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આજે સમગ્ર હાલાર પંથકમાં હવામાન પલટાયું હતું અને વાતાવરણમાં ઠંડા સુસવાટા મારતા પવન સાથે ધાબડીયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી માહોલ જળવાયો હતો.
દરમિયાન આજે સવારે જામનગરમાં છાંટા વરસતા રોડ ભીના થયા હતાં. આ ઉપરાંત પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે સવારે ૧૬ મી.મી. એટલે કે અડધા ઈંચથી વધુ હળવો વરસાદ થયો હતો, જ્યારે ખંભાળિયામાં પણ સાત મી.મી. પાણી વરસ્યું હતું. આમ કમોસમી વરસાદથી નુક્સાન થવાનો અંદાજ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખંભાળિયાથી અમારા પ્રતિનિધિનો સંદેશ જણાવે છે કે, ખંભાળીયા શહેર દ્વારકા તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા પછી સાડા આઠ વાગ્યે જોરદાર ઝાપટું આવતા પાણી વહેતા થઈ ગયા હતાં. તો વરસાદને કારણે ગ્રામ્ય પંથકો તથા અનેક સ્થળે તૈયાર થયેલ ઘઉં તથા જીરૂના પાકને પણ નુકસાન થયું હતું.
દ્વારકા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. તો જાણે ચોમાસુ હોય તેમ મેંઘાડંબર સાથે વાદળછાયું વાતાવરણ અને જોરદાર વરસાદના ઝાપટાઓથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. અચાનક વરસાદની રાબેતા મુજબ વીજ પુરવઠો પણ અનેક ગામોમાં ખંભાળીયા સહિત ખોરવાઈ ગયો હતો તો ગરમી સાથે વરસાદી વાતાવરણે વિચિત્ર સ્થિતિ સર્જી હતી.
સમગ્ર રાજ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગામી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરૂ થયો છે જ્યારે કચ્છના અંજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું છે તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થતાં ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.
બનાસકાંઠાના થરાદ પંથકમાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાક લેવાના સમયે જ વરસાદ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એરંડા, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. આ તરફ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના રર જિલ્લામાં માવઠાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે આગાહી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે.
રાજ્ય હવામાન વિભાગ દ્વારા વિવિધ ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં એલર્ટ આપ્યું છે. તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડાથી લઈ મહિસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે સાથે જ કચ્છમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર સાયક્લોનિક સકર્યુલેશનથી માવઠાની અસર આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે.
ભાવનગરના ઘોઘા, કપરાડા તાલુકાના અંતરિયાળ ગામો તેમજ વાગરા તાલુકામાં ગુરુવારે રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે તેમજ હજુ એક દિવસની વધુ આગાહી હોવાથી આ વિસ્તારના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. અચાનક પડેલા આ માવઠાના પગલે આંબાવાડી તેમજ ચણા, વાલ, તુવેર, સહિતના શાકભાજી પાકમાં નુક્સાની જવાની ભીતિ સેવાઈ રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં તેમજ અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે આંબાવાડીમાં કેરીના ઝાડ પર ફૂટેલ મંજરીઓને નુક્સાન થવાની આશંકા છે. આ ઉપરાંત ચણા, વાલ, તુવેર, ચોળી સહિતના શાકભાજીના પાકને પણ નુક્સાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial