Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા નગરમાં આવીને હું આનંદ અનુભવું છુંઃ ભૂપેન્દ્રભાઈ પટેલ
જામનગર તા. રઃ જામનગરને રૂા. પર૦ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનતાના વિશ્વાસનું વળતર વિકાસથી આપ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧.૧૦ લાખ કરોડના વિકાસકાર્યોની વડાપ્રધાનના હસ્તે રાજયને ભેટ મળી છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મિલેટને પ્રોત્સાહન આપવા માટે મિલેટ મહોત્સવનું રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. આ મિલેટ એક્સ્પોનું ઉદધાટન તેમજ જામનગર જિલ્લાના રૂ.૫૨૦ કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શહેરના જે.એમ.સી.ગ્રાઉન્ડથી ઇ-ખાતમુહર્ત અને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ''સૌરાષ્ટ્રના પેરિસ તરીકે આગવી ઓળખ ધરાવતા જામનગરમાં આવીને હું આનંદ અનુભવું છું. આજે જામનગરમાં રૂ.૫૨૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જેટલા પણ વિકાસ કાર્યો અત્યારે જામનગર જિલ્લામાં કાર્યરત છે, તેને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગત અઠવાડિયે જ રાજ્યમાં રૂ. ૧.૧૦ લાખ કરોડના વિકાસ કાર્યોની હેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વરસી છે. પદાધિકારીઓ જે કામ માટે લોક માંગણી રજૂ કરે છે, તેને કરી આપવા માટે રાજ્ય સરકારની સંપૂર્ણ તૈયારી છે. છેવાડાના માણસને મુખ્ય ધારામાં લાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય વિકસિત ગુજરાતની લીડ લઈને આગળ વધવા માંગે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર ખાતે બની રહ્યું છે. જેના કારણે જામનગરની સમગ્ર વિશ્વમાં એ ક અલગ જ ઓળખ ઉભી થઇ છે. ગુજરાત સરકાર દ્વારા રૂ.૩,૩૨,૦૦૦ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોના વિશ્વાસનું વળતર વિકાસથી આપ્યું છે. ત્યારે સૌ સાથે મળી એક થઈને આગળ વધીએ તેવી આ તકે મુખ્યમંત્રીએ નાગરિકો સમક્ષ અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સરકાર લોકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને લઈ ખૂબ સતર્ક છે. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારી જમીન પર કરવામાં આવેલ અનઅધિકૃત દબાણો દૂર કરી લોકો માટે શાળાઓ, પુસ્તકાલયો, જાહેર બાંધકામો વગેરે જેવા લોકોપયોગી પ્રકલ્પોનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે. જામનગરની કન્યા શાળા હોય કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલ કોઈપણ ઈસમ, સરકારે જરૂરી તમામ પગલાંઓ લઈ આ શહેરમાં શાંતિ સ્થાપી છે.
કાર્યક્રમની શરૂઆતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બાળાઓએ સુંદર સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એમ.ડી.શ્રી ડી.એચ.શાહે શાબ્દિક સ્વાગત જ્યારે કાર્યક્રમની આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હરિદેવભાઈ ગઢવીએ કર્યું હતું. આ તકે સંગઠનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીશ્રીનું રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને તેમજ હાલારી પાઘડી અને ખેસ પહેરાવીને અદકેરું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રીમોટનું બટન દબાવીને જામનગરના વિવિધ વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઈ-તકતીઓનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલી રમત સંકુલ અંગેની વિડિયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા તથા ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, અગ્રણી ડો.વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભો જાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ આગઠ, નાયબ બાગાયત નિયામક દેત્રોજા, ખેડૂતો, વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત થયેલ વિકાસ કામોીમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જામનગર ખાતે રૂા.૨૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ, જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટ, અમૃત યોજના, જાડા તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે જુદા જુદા ૨૨ પ્રકલ્પોનું રૂા.૨૪૭.૩૨ કરોડના ખર્ચે ઇ-ખાતમુહૂર્ત.
૧૪ મા નાણાંપંચની ગ્રાંટ તથા સ્પેશ્યલ આસીસ્ટન્ટની ગ્રાંટ અન્વયે ૨૭ એમ.એલ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ તથા ત્રણ દરવાજા કન્વઝર્વેશન કરવાના પ્રકલ્પોનું અંદાજિત રૂા. ૨૦ કરોડના ખર્ચે ૨ કામોનું ઈ-લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ જામનગર હસ્તકના બાયપાસ રિંગરોડ ફેઝ-૩માં બેડેશ્વર વાલસુરા મરીન પોલીસ સ્ટેશનથી ગુલાબનગર, રાજકોટ-જામનગર સ્ટેટ હાઈવે સુધીનો રસ્તો તથા બ્રિજના રૂા. ૮૧.૮૪ કરોડના ૨ કામોનું ઈ-ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના રૂા.૨૯.૧૫ કરોડના ૧૦ કામોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂા.૨૪.૩૬ કરોડના ૧૧ કામોનું ઇ-લોકાર્પણ, જામનગર વિકાસ વિસ્તાર સતા મંડળ હસ્તકના જામનગર-રાજકોટ બાયપાસ પર આવેલ આશીર્વાદ રિસોર્ટ-પોદાર સ્કૂલથી નાઘેડી ગામને જોડતાં રસ્તા તથા બ્રીજના રૂા.૫.૯૬ કરોડના ખર્ચે બનેલ કામનું ઇ-લોકાર્પણ, આરોગ્ય વિભાગ દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૧.૨૦ કરોડના ખર્ચે ખરેડી, આણંદપર, નાની ભગેડી તથા બાડા ગામે સબ સેન્ટર બિલ્ડીંગ તથા કમ્પાઉન્ડ વોલના કામના ઇ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial