Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ૪૮ કર્મચારીને આપવામાં આવી બઢતી

હાલના ફરજના સ્થળે રખાયા યથાવતઃ

ખંભાળિયા તા. ૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસતંત્રમાં ફરજ બજાવતા ૧૪ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ૨૬ પોલીસ કોન્સ્ટેબલ હવે જમાદાર બન્યા છે. તે ઉપરાંત આર્મ્ડ ફોર્સના ૭ હે.કો.ને પણ એએસઆઈ તરીકે બઢતી અપાઈ છે અને માઉન્ટેડ વિભાગના એક પો.કો. હવે હે.કો. બન્યા છે. તમામને તેમના હાલના ફરજના સ્થળે યથાવત રખાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ફરજ બજાવતા અનાર્મ વિભાગના ૧૪ હે.કો.ને એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં ખંભાળિયાના દેવાણંદ ગઢવી તેમજ કલ્યાણુર, દ્વારકા, મીઠાપુર, ભાણવડ, વાડીનાર, એમઓબી, મંદિર સુરક્ષા, એસીબીના ૧૪ હે.કો.ને બઢતી મળી છે.

તે ઉપરાંત વાડીનાર, દ્વારકા, ખંભાળિયા, ઓખા, કલ્યાણપુર, સલાયા, ભાણવડ, મંદિર સુરક્ષા, મીઠાપુર તથા ક્યુઆરટીમાં ફરજ બજાવતા ૨૬ પોલીસ કોન્સ્ટેબલને હે.કો. તરીકે બઢતી આપતો હુકમ જિલ્લા પોલીસવડા દ્વારા કરાયો છે.

આર્મ્ડ વિભાગમાં હેડ કો. તરીકે ફરજ બજાવતા કુલ પોલીસ કર્મચારીઓમાંથી સાતને એએસઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. માઉન્ટેડ વિભાગના આર્મ પો.કો. એન.એ. જાડેજાને પણ હે.કો. તરીકે બઢતી મળી છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ સીસીસી પરીક્ષા પાસ કરી હોય અને ૫૦ વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તેઓને બઢતી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh