Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં માવઠાનાં માહોલ વચ્ચે વાતાવરણ પલટો

જામનગર તા. રઃ જામનગરમાં માવઠાની આગાહી વચ્ચે અભમાં વાદળોની આવન-જાવન વધારે રહેવા પામી હતી. વાદળછાંયા વાતાવરણ વચ્ચે એક જ દિવસમાં પ.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના બાવીસ જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. જે સાચી પણ ઠરી છે. કચ્છ સહિત ગુજરાતના ઘણાં ભાગોમાં તેજીલો પવન શરૂ થયા પછી કમોસમી વરસાદ થયો હતો.

જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ માવઠું પડ્યું છે. આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેગીલા વાયરા પછી છાંટા પડ્યા હતાં, અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

માવઠાના પગલે ખેડૂતોમાં ઊભા પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. ઘઉં, જીરૂ તથા વરિયાળીના પાકને નુક્સાન થવાની શક્યતા સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે રોગચાળો વકરવાની ભીતિ છે.

જામનગરમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પ.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી જ્યારે અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન રર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિમીની રહી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh