Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયચા ગ્રુપ દ્વારા કરાયેલા દાવામાં ઝટકોઃ
જામનગર તા. ૨ઃ જામનગરના બેડી વિસ્તારમાં આવેલી રે.સ.નં.૪૦ સ્થિત સરકારી ખરાબામાં વર્ષાે પહેલા રહેણાંક બનાવી લેવાયાની ફરિયાદ થયા પછી લેન્ડ ગ્રેબિંગના આ ગુન્હામાં પોલીસ તથા વહીવટીતંત્રએ પાડતોડ શરૂ કરી હતી તેને અટકાવવા એક આસામીએ કોર્ટમાં ધા નાખી હતી. તે દાવો પ્રથમ તબક્કે જ રદ્દ કરી નાખવામાં આવ્યો છે. ત્યાં ડિમોલિશન કરવા માટે તંત્ર સામે માર્ગ મોકળો બન્યો છે.
જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાં વર્ષાે પહેલાં સાયચા જૂથના શખ્સોએ મકાન બનાવી લઈ સરકારી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
તે પછી મહેસૂલી તંત્ર અને પોલીસતંત્રની સંયુક્ત તપાસમાં રઝાક નુરમામદ સાયચાએ સર્વે નં.૪૦ પૈકીની જમીન પર અનઅધિકૃત રીતે કબજો કર્યાનું ખૂલતાજમીન મહેસૂલ અધિનિયમની કલમ-૨૦ર હેઠળ નોટીસ પાઠવાઈ હતી અને ત્યારપછી પોલીસ અને મહેસૂલ તંત્રએ તે જમીન ખાલી કરાવવા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી.
તે ડિમોલિશન અટકાવવા હનીફ નુરમામદ સાયચા નામના આસામીએ જામનગરની સિવિલ કોર્ટમાં દાવો નોંધાવી મનાઈહુકમ માંગ્યો હતો અને પંચનામાની માગણી કરી હતી. તે દાવા અન્વયે સરકારી વકીલ ડી.એ. જીવરાજાણી, એચ.ડી. મહેતા તથા સંદીપ પટેલ અને કોર્પોરેશન તરફથી રોકાયેલા વકીલ વિરલ રાચ્છે કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે ત્યાં પાડતોડ અટકાવવા સરકાર સામે કરાયેલો દાવો પ્રથમ તબક્કામાં જ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. આથી બેડીમાં સરકારી ખરાબા પર ડિમોલિશન માટે માર્ગ ખૂલો થઈ જવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial