Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરત માટે કેદની સજા ફટકારતી અદાલત

એકને છ મહિના અને બીજાને એક વર્ષની સજાઃ

જામનગર તા. ૨ઃ જામનગરની બે પેઢી પાસેથી રૂા.૫૦ હજાર હાથઉછીના મેળવી બે આસામીએ ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. કોર્ટે એક કેસમાં આરોપીને છ મહિનાની કેદ અને બીજા કેસમાં બીજા આરોપીને એક વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યાે છે.

જામનગરમાં કુબેર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા રાજ મુકેશભાઈ કનખરા પાસેથી રૂા.૫૦ હજાર હેમત માધવજીભાઈ માવએ હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યાે હતો. રાજ કનખરાએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હેમત માધવજીને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ અને રૂા.૧૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.

જામનગરમાં આઈ કૃપા એન્ટરપ્રાઈઝ નામની પેઢીવાળા હરદીપસિંહ અનિરૂદ્ધસિંહ ઝાલા પાસેથી રૂા.૫૦ હજાર જયદેવ ચંદ્રશંકર ભટ્ટે ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પણ અપૂરતા ભંડોળના કારણે બેંકમાંથી પરત આવ્યો હતો. હરદીપસિંહે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં આરોપી જયદેવ ભટ્ટને એક વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકારાયો છે. તેમાંથી ચેકની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવાશે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh