Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની સજા, ચેકની રકમ મુજબનો દંડ

ત્રણ મહિનામાં દંડની રકમ ચૂકવી આપવા આદેશઃ

જામનગર તા.ર૧ : જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા અને રૂ.૧ લાખ ૯૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ત્રણ મહિનામાં ચેક મુજબની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ફટકારવા કોર્ટે હુકમ કર્યાે છે.

જામનગરના લાવડીયા ગામમાં રહેતા ચંદ્રેશભાઈ ગાંડુભાઈ ચાંદ્રા પાસેથી સંબંધ દાવે રૂ.૧ લાખ ૯૦ હજાર પ્રતિક દીપકભાઈ કેશોરે હાથ ઉછીના લઈ તે રકમની ૫રત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં પરત ફરતા દરમિયાન ચંદ્રેશ ચાંદ્રાએ પ્રતિક કેશોરને નોટીસ પાઠવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ નહીં ચૂકવવામાં આવતા કોર્ટે ધી નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ તક્સીરવાન ઠરાવી આરોપીને એક વર્ષની કેદ અને રૂ.૧,૯૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ત્રણ માસમાં ચૂકવી આપવા ન આવે તો વધુ છ મહિનાની સજા આપવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ ઝાલા, કે.વી. રાજાણી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh