Advertisement
Author: નોબત સમાચાર

શપથ લેતા જ

થર્ડ જેન્ડર નાબૂદ, જન્મથી મળતી નાગરિકતા ખતમ, ઈલે. વાહનોને પ્રોત્સાહન રદ, મેકિસકો સરહદે ઈમરજન્સી જાહેર

વોશીંગ્ટન તા. ૧૩: અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જ ડોનાલ્ડ ટ્રમ્પે પુરોગામી બિડેન સરકારના ૭૮ નિર્ણયો રદ કરીને શ્રેણીબદ્ધ નવા નિર્ણયો જાહેર કર્યા છે. અને મેકિસકો સરહદ કટોકટી જાહેર કરી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે  સોમવારે (૨૦ જાન્યુઆરી) અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા . શપથ લીધા બાદ ટ્રમ્પે કહૃાું કે અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. શપથ લીધાના થોડા સમય બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનેક આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. તેણે ઘણા કઠિન નિર્ણયો લીધા, જેની અપેક્ષા હતી. શપથ ગ્રહણ સમારોહ પછી ટ્રમ્પ ઓવલ ઓફિસ પહોંચ્યા હતા. તેણે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. તે જ સમયે, બાઈડેન સરકારના ૭૮ નિર્ણય રદ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પે કહૃાું કે સૌથી પહેલા હું બિડેન પ્રશાસનમાં લાગુ કરાયેલા તે ૮૦ નિર્ણયોને રદ કરીશ જે અમેરિકાના વિકાસમાં અવરોધ બની રહૃાા છે.

શપથવિધિ પછી તરત એકિટવ થયેલા ટ્રમ્પે ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના કેપિટોલ હિલ પરના હુમલા માટે દોષિત ૧૫૦૦ લોકોને માફ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. તે ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી યુએસને પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.

તેમણે લીધેલા બીજા નિર્ણયો મુજબ ડ્રગ્સ સ્મગલરને આતંકવાદી જાહેર કરવામાં આવશે. મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવામાં આવશે. મેક્સિકો અને કેનેડા પર ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. આ નિયમ આવતા મહિના (ફેબ્રુઆરી) થી અમલમાં આવી શકે છે. અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થઈ જશે. થર્ડ જેન્ડરને ખતમ કરીને માત્ર પુરૂષ અને સ્ત્રી એમ બે જ જેન્ડર રહેશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની યોજના રદ કરવામાં આવશે. યુએસ-મેક્સિકો બોર્ડર પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં જન્મથી નાગરિકતા સમાપ્ત થઈ ગઈ છે.

ક્લાઈમેટ ચેન્જની ખરાબ અસરોથી બચવા માટે વિશ્વના દેશોએ વૈશ્વિક તાપમાનને પૂર્વ-ઔદ્યોગિક સ્તર કરતાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે આ કરાર કર્યો છે. ટ્રમ્પે આ સમજૂતીને છેતરપિંડી ગણાવી છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પ ઝડપથી નિર્ણય લેવા જઈ રહૃાા છે. ટ્રમ્પના સહયોગીઓએ કહૃાું કે ટ્રમ્પ અમેરિકાની ઈમિગ્રેશન નીતિઓ બદલવા અને જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે શપથ લીધા પછી તરત જ કેટલાક આદેશો જારી કરવા જઈ રહૃાા છે.

હાલમાં, અમેરિકામાં જન્મેલા લોકોને તેમના માતાપિતા અમેરિકન ન હોય તો પણ અમેરિકન નાગરિકતા મળે છે. ટ્રમ્પે દક્ષિણ મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ત્યાં સશસ્ત્ર દળો મોકલવામાં આવશે. યુ.એસ. શરણાર્થીઓને મેક્સિકોમાં રાહ જોવાની ફરજ પાડતી નીતિ ફરીથી લાગુ કરશે. મૃત્યુ દંડ પુનઃસ્થાપિત કરશે, જે બિડેને સસ્પેન્ડ કરી હતી.

અમેરિકા વિરોધી નીતિ અપનાવશો તો મજા નહીં આવે

બ્રિકસ દેશોના જૂથને ખુલ્લો પડકાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિકસ દેશોના જૂથને પડકાર ફેંકતા કહ્યું કે, જો બ્રિકસ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમણે પરિણામે ભોગવવા પડશે અને તમે ખુશ નહીં રહો શકો. આ દેશોએ અમેરિકાના હિતોની વિરૂદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો છે.  ભારત પણ બ્રિકસમાં સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ડિસેમ્બરમાં બ્રિકસ દેશોને ધમકી આપી હતી કે જો બ્રિકસ દેશોએ યુએસ ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કર્યો તો તેઓ તેમના પર ૧૦૦ ટકા ટેરિફ લાદશે. તેમનો ખતરો બ્રિકસ જોડાણમાં સમાવિષ્ટ દેશો માટે છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન અને સંયુકત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.  બીજી તરફ બ્રિકસના સભ્યો અને અન્ય વિકાસશીલ દેશોનું કહેવું છે કે, વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં અમેરિકાના વર્ચસ્વથી કંટાળી ગયા છે. બ્રિકસ દેશો યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડીને તેમના આર્થિક હિતોને વધુ સારી રીતે આગળ વધારવા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh