Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જી.એસ.ટી. સુવિધા કેન્દ્ર શરૂ કરવા સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રજૂઆતો પછી

જામનગર તા. ૨૧: જામનગર સહિત દેવભૂમિ દ્વારકાના વેપારીઓને નવા જીએસટી નંબર મેળવવા બાયોમેટ્રીકસ માટે જુનાગઢ ધકકા ખાવા પડે છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર જી.એસ.ટી. કચેરીમાં સંયુકત રાજય કર કમિશ્નર (જોઈન્ટ કમિશ્નર)ની કાયમી નિમણુંક કરવા તથા જીએસટી સુવિભા કેન્દ્ર શરૂ કરવા સતત રજૂઆતો કરવામાં આવી હતી.

ચેમ્બરની માંગણીને અવગણીને ભૂતકાળમાં સંયુકત રાજ્ય કર કમિશ્નર (જોઈન્ટ કમિશ્નરશ્રી)ની કચેરીને રાજકોટથી સ્થળાંતરીત કરીને જામનગરને બદલે જુનાગઢમાં કાર્યરત કરવામાં આવેલ. આથી જામનગર તથા આસપાસના લોકોની અગવડતામાં ખૂબ વધારો થયેલ હતો અને જામનગરના વેપારીઓને જુનાગઢ ધક્કા ખાવા પડતાં હતા. તે પછી જી.એસ.ટી. નંબર માટે જ્યારથી બાયોમેટ્રિક લેવાનું ચાલુ થયું ત્યારથી જામનગરમાં ધંધો કરવા ઈચ્છતા દરેક વેપારીઓને પોતાના નોંધણી નંબરો માટે પોતાના બાયોમેટ્રિકસ સબમિટ કરવા જુનાગઢ જવું પડે છે અને આથી જામનગરના તથા દેવભૂમિ દ્વારકાના વેપારીઓના હિત માટે ચેમ્બરે પોતાની માંગણી તેજ કરી અને જામનગરના ચૂંટાયેલ દરેક પ્રતિનિધિઓને સદર માંગણી આગળ લઈ જવા વિનંતી કરેલ હતી. ભૂતકાળમાં દરેક માંગણીઓમાં પણ ચેમ્બરે જણાવેલ હતું કે જુનાગઢ ડિવિઝનમાં સૌથી મોટું ઉદ્યોગ હબ જામનગર છે અને આથી જામનગરમાં વિવાદ અને અન્વેષણના કેસો વધુ થાય તે સ્વાભાવિક છે અને હાલ જુનાગઢ ડિવિઝનમાં ૮૫% જેટલા વિવાદ અને રેડનો કેસો જામનગરમાં છે છતા કોઈ કારણ વગર જામનગર-દેવભૂમિ દ્વારકાના વેપારીઓને વિવાદ- અપીલ તેમજ તેમજ અન્ય કામો માટે જુનાગઢ- રાજકોટ ધકકા ખાવા પડે છે. જીએસટી કંપયાયન્સ વાળો વેરો છે આમ છતાં કયારેક વેબસાઈટ બંધ હોવાને લીધે કે સરવર ડાઉન હોવાને લીધે વેપારીઓ- ઉદ્યોગકારોને પોતાના કેસો પૂરા કરાવવા ૧૮૦ કે ૨૪૦ કિલોમીટરના ધકકા થાય છે જેને લીધે તેના સમય અને નાણાંનો વ્યય થાય છે. આજે પણ જામનગર તથા આસપાસના વિસ્તારો અને જિલ્લાઓમાંથી નવા નંબર મેળવવા બાયોમેટ્રિકસ માટે તેમજ સંયુકત કમિશ્નર (જોઈન્ટ કમિશ્નર)ને સંબંધિત કાર્યો માટે જુનાગઢ જવું પડે તે બાબત જામનગર તથા આસપાસના વેપારીઓ માટે અન્યાયી બાબત છે. ચેમ્બર દ્વારા બાયોમેટ્રિકસ કચેરી જામનગરમાં લઈ આવવા માટેની સતત રજૂઆતો તથા સાંસદ પૂનમબેન માડમના પત્રથી નવા જીએસટી નંબર માટે બાયોમેટ્રિકસ, સુવિધા જામનગર શરૂ કરવા સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. આથી આશા છે કે ટૂક સમયમાં જામનગરમાં બાયોમેટ્રિકસ સુવિધા શરૂ થઈ જશે. પરંતુ બાકીના કામો માટે જામનગરના વેપારીઓએ બહારગામ ધકકા ખાવા જ પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh