Advertisement
Author: નોબત સમાચાર

પીડિતોમાં જાગૃતિ લાવવા ૧૩ કેન્સર વોરિયર્સ ૧૧ દિ' સુધી દરિયો ખેડશેઃ ૨૨૭ કિ.મી. કાપશે

રાજકોટના કેન્સર કેર ફાઉન્ડેશનનો પ્રશંસનિય પ્રયાસઃ

જામનગર તા. ૨૧: રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કેન્સર પીડિતોમાં જાગૃતિ લાવવા માટે કેન્સર વોરીયર્સ માટે ૧૧ દિવસ માટે દરિયો ખેડશે. જેમાં રાજકોટના આઠ સહિત ૧૩ કેન્સર વોરિયર્સ ૨૨૭ કિ.મી.નો દરિયો ખેડશે.

આ કાપકિંગ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ છેલ્લા ૩ થી ૪ માસથી તાલીમ મેળવી રહ્યા છે. પ્રથમ તેમને તરણની તાલીમ અપાઈ હતી. હવે પોરબંદરના દરિયામાં વિવિધ તાલીમ ચાલે છે.

૧૩ જેટલા કેન્સરના સર્વવાઈવર્સ સમુદ્રી માર્ગે સંદેશો આપવા તા. ૨૫ મીએ દ્વારકાથી પોતાની સમુદ્રી સફરનો પ્રારંભ કરશે.

આ કાર્યક્રમમાં આઠ સ્વિમીંગ કોચ, તબીબી ટીમ અને રેસ્કયુ સ્ટાફ સહિત ૫૦નો સ્ટાફ સાથે સફર ખેડશે તા. ૨૫ના દ્વારકાથી ઓખામઢી તા. ૨૬નાં ઓખા મઢીથી નાવદ્રા, તા. ૨૭ના નાવદ્રાથી ટુકડા મીયાણી, તા. ૨૮ ના ટુકડા મીયાણીથી પોરબંદર, તા. ૨૯ના પોરબંદરમાં બ્રેક, તા. ૩૦ના પોરબંદરની નવી બંદર, તા. ૩૧નાં નવી બંદરથી માધવપુર, તા. ૧-૨-૨૫ના માધવપુરથી માંગરોળ, તા. ૨ના માંગરોળમાં બ્રેક, તા. ૩ના માંગરોળથી ચોરવાડ અને તા. ૪થી ચોરવાડથી સોમનાથ પહોંચશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh