Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાનચોકના કારખાનેદારે કર્યો કમાલનો કિમીયોઃ
જામનગર તા. ૨૧: જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવતા એક કારખાનેદાર દ્વારા સ્માર્ટ રીતે કરાતી વીજ ચોરી પકડાઈ હતી. સ્ટ્રીટ લાઈટના પોલમાંથી કારખાનાની દીવાલમાં હોલ પાડી સર્વિસ વાયર ખેંચી વિજ ચોરી કરવામાં આવતી હતી. પીજીવીસીએલની ટીમ તથા જીયુવીએનએલ પોલીસે દરોડો પાડી ૮.૧૫ લાખનું વિજ ચોરીનું પુરવણી બિલ ફટકાર્યું છે.
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આર.ઓ. પ્લાન્ટના સંચાલક દ્વારા થાંભલામાંથી સ્માર્ટ રીતે દીવાલમાં બાંકોરું કરી વીજ વાયર પસાર કરી મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું વીજ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું, અને પીજીવીસીએલ તથા વીજ પોલીસ મથકની ટુકડીએ દરોડો પાડી વીજ ચોરી પકડી પાડી છે.
વીજ ચોરી કરનારને ૮.૧૫ લાખનું વીજ ચોરીનું પુરવણી બિલ ફટકાર્યું છે, જ્યારે તેની સામે વીજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
વિસ્તૃત વિગત એવી છે કે, જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં આવેલી રાજેન્દ્ર કાંતિલાલ કનખરા નામના મકાન માલિકની જગ્યામાં ચેતનભાઇ કિશોરભાઈ ભદ્રા નામના ભાડુઆતે આર.ઓ. પ્લાન્ટ શરૂ કર્યો છે, જેમાં મોટા પાયે વીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું વીજતંત્રને ધ્યાનમાં આવ્યું હતું.
આથી પી.જી.વી.સી.એલ. જામનગર સર્કલના અધિક્ષક ઇજનેર એચ.ડી. વ્યાસના સીધા માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની ટુકડી તેમજ વીજ પોલીસની ટીમે ગઈકાલે સામુહિક રીતે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ચેતનભાઇ ભદ્રા દ્વારા સ્માર્ટ રીતે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેણે પોતાના કારખાનાના દીવાલના ભાગે સ્ટ્રીટ લાઇટ ફીટ કરાવી હતી, જે સ્ટ્રીટ લાઈટના દીવાલમાં લગાડેલા પોલની વચ્ચેથી સર્વિસ વાયર પસાર કરીને દીવાલમાં બાકોરૂનું પાડ્યું હતું, અને પોતાના કારખાનામાં સર્વિસ વાયર ખેંચીને પોતાના વીજ મીટર પાસે લઈ જઈ ત્યાં ચેન્જ ઓવર સ્વીચ મૂકી દીધી હતી, અને પાવર ચોરી કરતા હોવાનું ચેકિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.
સમગ્ર વાયરીંગ વગેરેનું વિડીયો શુટીંગ કરી લેવામાં આવ્યું હતું, જયારે સર્વિસ વાયર અને વીજ મીટર વગેરે કબજે કરી લેવામાં આવ્યા હતા, તેમ જ વીજ મીટર ના ગ્રાહક રાજેશભાઈ કનખરા ને ૮ લાખ પંદર હજારનું વીજ ચોરી અંગેનું પુરવણી બિલ અપાયું છે, જ્યારે વીજ વપરાશ કરતા ભાડુઆત ચેતનભાઇ કિશોરભાઇ ભદ્રા સામે વીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial