Advertisement
Author: નોબત સમાચાર

લગ્નપ્રસંગે નવદંપતીને મળેલ ભેટ-ચાંદલાની રકમ બમણી કરી સેવાકાર્યમાં અર્પણ કરવાનો સંકલ્પ

જામનગરના શેઠ પરિવારની અનોખી પહેલ

જામનગર તા. ર૧: જામનગરના મનુભાઈ ચુનિલાલ કુરજી શેઠ પરિવારના ચિ. કવચિતના શુભલગ્ન ચિ. દેવકી સાથે તા. ર૬-૧-ર૦રપ ના દિને નિરધાર્યા છે. શુભલગ્ન પ્રસંગમાં નવદંપતીને સગા-સ્નેહીઓ તરફથી મળનારી શુભેચ્છા ભેટ-ચાંદલાની જે કોઈ રકમ આવશે તેટલી જ રકમ શેઠ પરિવાર ઉમેરીને અર્થાત્ બમણી કરીને જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના તળાવ ઊંડા ઉતારવા જેવા જળસંચયના સેવા કાર્યમાં વાપરવામાં આવશે તેવો સંકલ્પ કરાયો હતો. લગ્નપ્રસંગ સંદર્ભમાં જામનગરમાં તા. ૧પ-૧-ર૦રપ ના દિને યોજાયેલ લગ્નના વધામણા તથા ભોજન સમારોહમાં સગા-સ્નેહીઓ તરફથી શુભેચ્છા ભેટ સ્વરૂપે રૂ. ૧ લાખ ૮૮ હજારની ધનરાશી એકત્ર થઈ હતી. જેમાં શેઠ પરિવારે તેટલી જ રકમ ઉમેરી કુલ રૂ. ૩ લાખ ૭૬ હજારની રકમ જળ સંચયના કાર્યમાં વાપરવામાં આવશે. શેઠ પરિવારના શરદભાઈ શેઠના જણાવ્યા પ્રમાણે આટલી ધનરાશીથી એક કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ વધશે. શેઠ પરિવારે જળસંચય જેવા સેવા કાર્યમાં લગ્નપ્રસંગના ચાંદલાને બમણો કરી અર્પણ કરી એક પ્રેરણાદાયી અને અનોખી પહેલ પ્રસ્થાપિત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh