Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુકાનદારોએ પણ ઉધાર દેવાની ના પાડી દીધી!
ખંભાળિયા તા. ર૧: ખંભાળિયા પાલિકાના કર્મચારીઓ પોતાના ત્રણ માસથી પગારવિહોણા છે, તેથી હવે દુકાનદારો ઉધાર પણ દેતા નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથકથી ખંભાળિયા નગરપાલિકા કે જે એક સમયે રાજયની બીજા નંબરની આર્થિક સમૃદ્ધ નગરપાલિકા હતી, પણ તિજોરી તળિયાઝાટક થઈ જતા છેલ્લા પોણાત્રણ માસથી કર્મચારીઓનો પગાર તથા પેન્શનરોના પેન્શન પણ ના થતા કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
ફીક્સ પગાર તથા રોજમદારો મુશ્કેલીમાં
ખંભાળિયા નગર પાલિકાના ફીક્સ તથા રોજમદાર કર્મચારીઓ કે જેમને ફીક્સ મીનીમમ વેજીસ મુજબ મહિને ૧ર-૧૪ હજાર પગાર મળે છે. તેવા કર્મચારીઓને પણ દિવાળી પર ઓક્ટોબર માસમાં જ પગાર મળ્યો તે પછી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી પોણો વીતવામાં છે છતાં હજુ પગાર થયો નથી. સ્થિતિ એવી છે કે સતત અઢી-ત્રણ માસથી રોજમદાર ફીક્સ કર્મીઓ જેમને આવડા પગારમાં માંડ પૂરૃં થાય, ક્યાંથી તેઓ ઉધી-ઉધારા કરીને હવે ટીંગાવાની સ્થિતિમાં આવી ગયા છે. હવે તો ત્રણ-ત્રણ માસના અનાજના બીલ રહી ગયા હોય, દુકાનદાર ઉધાર આપતા નથી.
કોઈ કર્મચારી અઘટિત કદમ ઉઠાવશે તો?
પાલિકાને ર માસના પગારની ગ્રાન્ટ આવી છે તથા રપ-૩૦ લાખ ભંગાર હરાજીના આવ્યા છે તથા કરવેરાના ર૦-રપ લાખ જમા પડ્યા છે. ત્યારે બે માસનો પગાર તાકીદે નહીં થાય તો કોઈ રોજમદાર કે ફીક્સ પગાર કર્મીને કોઈ અઘટિત પગલું ભરવા ફરજ ના પડે તો સારૃં તેમ પણ કહેવાય રહ્યું છે. ત્યારે પગાર ના થતા કર્મચારીઓમાં ભારે નિરાશા સાથે વ્યથા અને રોષની લાગણી પણ ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial