Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ઝોન તથા મહાનગરપાલિકા કક્ષાની
ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોનકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની કબડ્ડી, રસ્સા ખેંચ, વોલીબોલ તથા ખો-ખો રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી.
ઓશવાળ ઈંગ્લિશ એકેડમી જામનગરમાં જિલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરાયેલ આયોજનમાં કબડ્ડીમાં અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપમાં ૧,૦૩૨ ભાઇઓ અને ૫૮૮ બહેનો એમ કુલ ૧,૬૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રસ્સા ખેંચમાં અં.૧૭, ઓપન એઇજ ગૃપ, ૪૦ તેમજ ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ-બહેનોની સ્પર્ધામાં ૪૦૬ ભાઇઓ અને ૩૩૩ બહેનો એમ કુલ ૭૩૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જ્યારે અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપની ખો-ખો સ્પર્ધામાં ૧,૦૯૨ ભાઇઓ અને ૯૨૪ બહેનો એમ કુલ ૨,૦૧૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જ્યારે શ્રી સત્ય સાઈ વિદ્યાલય જામનગરમાં યોજાયેલ વોલિબોલની અં. ૧૪, ૧૭, ઓપન એઇજ ગૃપમાં ૭૯૨ ભાઇઓ અને ૩૯૬ બહેનો એમ કુલ ૧,૧૮૮ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલ મહાકુંભમાં સહભાગી બન્યા હતા.
ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત ઝોન કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલા ખેલાડીઓ ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ ની રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામ રૂપે રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાશે તેમ જિલ્લા રમત-ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial