Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહેતા ધોરીમાર્ગો પર ધુમ્મસનું પ્રમાણ વધુ રહ્યું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત્ ચાર દિવસમાં ભેજના પ્રમાણમાં ૩૩ ટકાનો વધારો થયો છે. નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું. ભેજના અટાલા વધુ પ્રમાણના પગલે ખાસ કરીને આજે સવારે ધોરીમાર્ગો પર ધુમ્મસનું પ્રમાણ વધારે રહેતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી, જ્યારે આંશિક વધીને મહત્તમ તાપમાન ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial