Advertisement
Author: નોબત સમાચાર

સાંથણીની જમીન અંગે અપાયેલી શરતભંગની નોટીસ ખેંચાઈ પરત

પ્રાંત અધિકારીએ કર્યાે આદેશઃ

જામનગર તા.૨૧ : જામનગરના નાના થાવરીયા ગામની એક જમીન અંગે શરત ભંગની નોટીસ અપાઈ હતી. તેની સામે પ્રાંત અધિકારીની કોર્ટમાં સાંથણીદારના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી નોટીસ પરત ખેંચવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના નાના થાવરીયા ગામના જેઠાભાઈ ભીખાભાઈ ખરાની સાંથણીની ખેતીની જમીન નાયબ કલેક્ટર ના હુકમથી નવી શરત અન્વયે સાંથણીમાં ફેરવવામાં આવી હતી. તે જમીન બાબતે મામલતદારે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી પડતર પડી હોવાના કારણથી શરતભંગ અંગે કેસ કર્યાે હતો.

તે કેસમાં જેઠાભાઈ ખરા તરફથી વકીલ અમિત બી. ગોહિલે દલીલો, પુરાવા રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારીએ તેને ગ્રાહ્ય રાખી અપાયેલી શરતભંગની નોટીસ પરત ખેંચવા હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh