Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ગૌચરની જમીનો પરના દબાણો હટાવવા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લા ગૌસેવા પરિવાર દ્વારા ઢગલાબંંધ સહીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનઃ

જામનગર તા. ર૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌસેવા પરિવાર દ્વારા ખંભાળીયામાં જિલ્લા કલેક્ટરને દ્વારકા જિલ્લામાં આવેલ ગૌચરની જમીનમાં થયેલ તમામ દબાણો દૂર કરવા સામૂહિક રીતે ઢગલાબંધ સહીઓ સાથે મોટી સંખ્યામાં લોકોએ સમગ્ર જિલ્લાભરમાંથી આવીને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં ચોંકાવનારો આક્ષેપ થયો હતો કે, દ્વારકા જિલ્લામાં ઘણું મોટું ગૌચર દરેક ગામ, તાલુકાઓમાં છે, જેમાંનું મોટાભાગનું ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરાયેલ છે. તથા ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી થાય છે. તથા મોરમ-માટી કઢાય છે. અનેક જગ્યાએ ગૌચરની જમીનો પર ભૂમાફિયા સિવાય ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કીના પોલ, સોલાર સિસ્ટમ, ઉર્જાના પોલ નખાયા છે. જે અંગેની ઊંડી તપાસ કરવા માંગ કરીને ગૌચરની જમીન માપણી કરીને મૂળ ઈસ ૧૯પ૧ માં જેટલી જમીન ગૌચરની હોય, તે મુજબ આ જમીનો પર થયેલ દબાણ દૂર કરીને જમીનો ખૂલ્લી કરીને ગાયોના નિભાવ તથા ચારો ચરિયાણ માટે ખૂલ્લી રાખવા અપીલ કરાઈ છે.

અગાઉ અનેક ગૌસેવકો સંસ્થાઓ દ્વારા ગૌચરની જમીન માટે આંદોલનો, રજૂઆતો થયેલ, પણ હજુ સુધી કોઈ દબાણ દૂર થયું નથી. ગૌચરની જમીનના કબજાથી ગૌમાતા રસ્તા પર રખડે છે અને તેના કારણે અકસ્માતો પણ થાય છે. જો ગૌચરની જમીન ખાલી થાય તો ગૌમાતાને ચરિયાણ તથા રહેવાની જગ્યા મળે.

હાલમાં ગીચર સોમનાથ તથા બેટ-દ્વારકામાં ગૌચરના અનેક દબાણો ખાલી કરાયા છે. તો તાકીદે બાકીના દબાણો ખાલી કરવા અપીલ કરીને, નહીં તો ગૌસેવકો આંદોલન કરશે તેવી ચીમકી પણ અપાઈ છે.

કિરણબેન સરપદડીયા, માલદે અરજણ જામ, અશોકભાઈ અરજણ - સોલંકી, દેસુર ધમા, રામો રબારી, હમીરભાઈ બોઘા, ભીમા ગોવિંદ વિગેરે જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh