Advertisement
Author: નોબત સમાચાર

માર મારવાના કેસમાં મકાન માલિકને આરોપી તરીકે જોડવાની માગણી રદ્દ

ભાડૂતે કલમના ઉમેરાની પણ કરી હતી માગણીઃ

જામનગર તા.૨૧ : જામનગરના એક આસામીએ પોતાને માર માર્યાની ફરિયાદ કર્યા પછી મકાન માલિકને તેમાં આરોપી તરીકે જોડવા અને કલમનો ઉમેરો કરવાની માગણી સાથે અદાલતમાં કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના ખંભાળિયા નાકા બહાર એક મકાનમાં ભાડે રહેતા તુષાર અરવિંદભાઈ શેઠ નામના આસામીએ ગઈ તા.૨૮-૧૧-૧૯ના દિને પોતાના પર હુમલો કરાયાની લખન ચંદ્રકાંત ભદ્રા અને અન્ય ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. તેનું ચાર્જશીટ પોલીસે અદાલતમાં રજૂ કર્યું હતું.

તે દરમિયાન ફરિયાદીએ ખાનગી વકીલ રોકી મકાન માલિક નીખીલ જયંતિભાઈ નાખવાને પણ આરોપી તરીકે જોડવા તથા પોતાના પગમાં ગંભીર ઈજા થઈ હોવાથી આઈપીસી ૩૨૫નો ઉમેરો કરવા અરજી કરી હતી.

તે અરજી સામે નીખીલ નાખવા દ્વારા અદાલતમાં વાંધા અરજી કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ફરિયાદીને જી.જી. હોસ્પિટલે પગમાં કાચો પાટો બાંધી રજા આપી દેવાયા પછી થોડા દિવસ પછી ફરિયાદીએ ખાનગી દવાખાને સારવાર કરાવી પોતાના પગમાં ફ્રેક્ચર હોવાનંુ જણાવી કલમના ઉમેરાની અરજી કરી છે.

અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ફરિયાદીને નીખીલ નાખવાએ ઈજા કરી હોવાની હકીકત હાલના તબક્કે જાહેર થતી નથી તેમ ઠરાવી ફરિયાદીની અરજી નામંજૂર કરી છે. નીખીલ નાખવા તરફથી વકીલ અજય પટેલ રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh