Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ આરોપીઓની અટકાયત કરીઃ
જામનગર તા.૨૧ : જામનગરની બે યુવતીના મોબાઈલ તથા ટેબ્લેટની થેલામાંથી શનિવારે ચોરી થઈ હતી. તેની તપાસમાં એલસીબીએ બે શખ્સને મુદ્દામાલ સાથે પકડી લીધા છે.
જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બે યુવતી સોડા પીવા માટે ગઈ તા.૧૮ની સવારે એક દુકાને ગઈ હતી. ત્યારે એક યુવતીનો મોબાઈલ તથા બીજી યુવતીનું ટેબ્લેટ થેલામાંથી કોઈ શખ્સે કાઢી લીધા હતા.
તેની પોલીસમાં ફરિયાદ કરાયા પછી શરૂ કરાયેલી તપાસમાં એલસીબીના કિશોર પરમાર, ક્રિપાલસિંહ, મયુદ્દીન સૈયદને મળેલી બાતમીના આધારે એલસીબી સ્ટાફે રામેશ્વરનગર નજીક ટીબી પાંચ બંગલા સામે વસવાટ કરતા સહદેવસિંહ મહાવીરસિંહ જાડેજા અને રાંદલનગરમાં રહેતા રિક્ષા ડ્રાઈવર સહદેવસિંહ દિલીપસિંહ રાઠોડની અટકાયત કરી હતી.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ઉઠાંતરીની કબૂલાત આપી વીવો કંપનીનો મોબાઈલ તથા લાવા કંપનીનંુ ટેબ્લેટ કાઢી આપ્યું છે. બંનેની અટકાયત કરી તેનો કબજો સિટી બી ડિવિઝન પોલીસને સોંપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial