Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રાહ્મણ યુવકના હ્ય્દયરોગથી મૃત્યુ પછી અંતિમવિધિના બીજા જ દિવસે
ખંભાળીયા તા. ર૧: ખંભાળીયાના ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ વિવેક શીરીષભાઈ જોશી નામના યુવાનનું અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા ત્યાં હ્ય્દયરોગના હુમલામાં મૃત્યુ થયું હતું. જેમની આગલા દિવસે અંતિમવિધિ થઈ ત્યાં બીજા દિવસે ઔદિચ્ય જ્ઞાતિના એક વૃદ્ધનું પણ હ્ય્દયરોગના હુમલાથી મૃત્યુ નિપજતા ઔદિચ્ય બ્રહ્મસમાજ તથા બ્રાહ્મણોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ખંભાળીયામાં વારાહી ચોકમાં રહેતા તથા નિવૃત્ત જીવન ગાળતા અગાઉ રીક્ષા ચલાવતા જયપ્રકાશભાઈ (હકાભાઈ) મગનલાલ શુકલ (ઉ.વ. ૭૭) વાળાને હ્ય્દયરોગના હુમલા સાથે ઉભરીયો થતા તેમને ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડાયેલ, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક એક પુત્ર અને પુત્રીના પિતા હતાં. બે દિવસમાં બે જ્ઞાતિજનોના અવસાનથી ઔદિચ્ય બ્રહ્મસમાજ જ્ઞાતિમાં ભારે શોકનું વાતાવરણ છવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial