Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરંભડામાં વેપારીએ ભરી લીધુ આત્મઘાતી પગલું:
જામનગર તા.૨૧ : ઓખામંડળના આરંભડામાં વસવાટ કરતા એક વેપારીએ રવિવારે જલદ પ્રવાહી પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. વેપારીએ છૂટા થયેલા ભાગીદારને રૂ.૪૪ લાખ ૫૦ હજાર આપવાના હતા અને તે દરમિયાન સરકારી જમીન પર રહેલી તેની દુકાન ડિમોલિશનમાં પાડી નાખવામાં આવતા અત્યંત ડિપ્રેશન અનુભવતા આ વેપારીએ આત્મઘાતી પગલું ભરી લીધુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં મહાવીર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના ૪૫ વર્ષના પટેલ યુવાને રવિવારે સાંજે પોતાના ઘરે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધુ હતું. તેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ત્યાં શરૂ કરવામાં આવેલી સારવાર દરમિયાન ગઈકાલે સાંજે જીગ્નેશભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની સોનલબેન કાનાણીએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી સોનલબેનનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ જીગ્નેશભાઈએ અગાઉ ભાગીદારીમાં સ્ક્રેપનો વ્યવસાય શરૂ કર્યાે હતો. તે ધંધામાં નુકસાની આવતા બંને ભાગીદાર છૂટા પડ્યા હતા અને તે પેટે જીગ્નેશભાઈએ રૂ.૪૪ લાખ ૫૦ હજાર ભાગીદારને આપવાના બાકી હતા.
તે દરમિયાન જે સ્થળે તેઓની દુકાન આવેલી હતી. તે દુકાન સરકારી જમીન પર હોવાના કારણે ગયા સપ્તાહે કરવામાં આવેલા ડિમોલિશનમાં દુકાનને જમીનદોસ્ત કરવામાં આવી હતી. એક તરફ ભાગીદારને રૂ.૪૪,૫૦,૦૦૦ આપવાના હતા અને ઉપરથી દુકાન પણ પડી જતાં આ યુવાન ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેના કારણે તેઓએ જલદ પ્રવાહી પી લઈ આત્મહત્યા વ્હોરી છે. પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial