Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટની અદાલતે ફટકારી છે સજાઃ
જામનગર તા.ર૧ : જામનગરના માધાપર-ભુંગામાં વસવાટ કરતા એક શખ્સને રાજકોટ કોર્ટે ચેક પરતના કેસમાં સજા ફટકાર્યા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને જામનગરના જૂના બંદર રોડ પરથી એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગર નજીકના માધાપર-ભુંગામાં વસવાટ કરતા જાવિદ અનવર કેર નામના શખ્સને રાજકોટની અદાલતે ચેક પરતના કેસમાં સજા ફટકારી હતી. તે પછી જાવિદ કેર નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપીની ચાલી રહેલી શોધખોળમાં એસઓજી સ્ટાફના તોસિફ તાયાણી, વિરેન્દ્રસિંહ, બલભદ્રસિંહને બાતમી મળી હતી કે, આ શખ્સ બેડીથી જૂના બંદર જવાના રસ્તા પર આવ્યો છે. પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેર તથા સ્ટાફ ત્યાં દોડી ગયા હતા અને જાવિદ કેરની અટકાયત કરી હતી. આ શખ્સનો કબજો બેડી મરીન પોલીસને સોંપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial