Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમદ્ ભાગવત કથામૃત તથા શ્રી ગૌર પૂર્ણિમાનું આયોજન

જામનગરના ઈસ્કોન મંદિરમાં

જામનગર તા. ૩: ઈસ્કોન મંદિર દ્વારા શ્રીમદ્ ભાગવત કથામૃત તથા શ્રી ગૌર પૂર્ણિમાનું આયોજન ઈસ્કોન મંદિર, જામનગર-રાજકોટ હાઈ-વે, ટોયોટા શો-રૂમની પાછળ, હાપા, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં વક્તા ચૈતન્ય મહાપ્રભુદાસ તા. ૯/૩ થી તા. ૧૩/૩ સુધી દરરોજ સાંજે ૬ થી ૮-૩૦ વાગ્યા દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે.

તા. ૧૪/૩ ને શુક્રવારે શ્રી ગૌર પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતી, ૭-૧પ વાગ્યે શ્રૃંગાર દર્શન ગુરૂપૂજા, ૮ વાગ્યે શ્રી ગૌરકથા, સાંજે ૬-૧પ વાગ્યે સંધ્યા આરતી, ૭-૩૦ વાગ્યે ડ્રામા (નાટક), ૮-૩૦ વાગ્યે સર્વે ભક્તો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. સર્વે ભક્તોને આ કાર્યક્રમોનો લાભ લેવા ઈસ્કોન મંદિરના પ્રમુખ મુરલીધરદાસ પ્રભુ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬) દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh