Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રમઝાન માસના કારણે
જામનગર તા. ૩: તા. ૨ માર્ચથી મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જયારે વોર્ડ નં. ૧માં પાણી પુરવઠો, સફાઈ, સ્ટ્રીટ લાઈટની સગવડતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. વોર્ડ નં.૧નાં કોર્પોરેટર એડવોકેટ નુરમામદ ઓસમાણભાઈ પલેજાએ આ રજૂઆતમાં જણાવે છે કે, વહેલી સવારે ૫:૩૦ વાગ્યાથી રોજાની શરૂઆત થાય છે. અને સાંજે ૭ વાગ્યે ઈફતાર થાય છે. આ પવિત્ર માસ દરમ્યાન લોકો ધાર્મિક વિધિ માટે મસ્જીદ, દરગાહ પાસે એકત્ર થાય છે.
આથી આ વિસ્તારમાં પાણી વિતરણ વહેલું કરવામાં આવે, સઘન સફાઈ કામગીરી કરવામાં આવે તથા ભૂગર્ભ ગટરની પણ સફાઈ હાથ ધરવામાં આવે તેવી લત્તાવાસીઓની માંગણી છે. બંધ હાલતમાં રહેલ સ્ટ્રીટ લાઈટો શરૂ કરવાની જરૂરીયાત છે. વોર્ડ નં.૧ના એકડે એક બાપુ દરગાહ, સદગુરૂ સોસાયટી, ધરારનગર, બેડેશ્વર, જેવા વિસ્તારમાં પાણી, લાઈટ, સફાઈની સુવિધા જળવાઈ રહે તેની તકેદારી રાખવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial