Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાને ગીર સફારીમાં કર્યા સિંહદર્શનઃ ફોટોગ્રાફી પણ કરી

ખૂલ્લી જિપ્સીમાંથી કેસુડા તોડયાઃ પીએમનો 'જરા હટ કે' અંદાજ

વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યા હતાં.  આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે. સાસણમાં મોદીનો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. તેઓએ ખુલ્લી જિપ્સીમાંથી કેસૂડા તોડયા હતા. અને સૂતેલા ડાલામથ્થાને જોઈ ગાડી ઉભી રાખીને સિંહણ-બચ્ચાં અને નીલ ગાયની ફોટોગ્રાફી કરી હતી. જેની તસવીરો સામે આવી છે.  આજે વડાપ્રધાને ગીર વન્યજીવન અભયારણ્યના મુખ્ય મથક સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (એનબીડબલ્યુએલ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. એનબીડબલ્યુએલમાં ૪૭ સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી એનજીઓ ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે. સોમવારે સવારે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે તેમણે જૂનાગઢ જિલ્લાના ગીર વન્યજીવન અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો. સોમનાથથી પાછા ફર્યા બાદ, પીએમ મોદીએ સાસણમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ 'સિંહ સદન'માં રાત વિતાવી હતી.  તે પહેલા રવિવારે સાંજે તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી. આ ૧૨ જ્યોતિર્લિંગોમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે. સિંહ સદન' થી પ્રધાનમંત્રી જંગલ સફારી પર ગયા. ત્યારે તેમની સાથે કેટલાક મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. પ્રધાનમંત્રી ગીર વન્યજીવન અભયારણ્યના મુખ્ય મથક સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (એનબીડબલ્યુએલ) ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. બેઠક પછી, પીએમ મોદીએ સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે પણ વાતચીત પણ કરી હતી.  માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 'પ્રોજેક્ટ લાયન' હેઠળ ૨,૯૦૦ કરોડ રૂૂપિયાથી વધુની રકમ મંજૂર કરી છે. આ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાત છે. હાલમાં, ગુજરાતના નવ જિલ્લાઓના ૫૩ તાલુકાઓમાં એશિયાટિક સિંહો લગભગ ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વસે છે. વિશ્વ વન્યજીવન દિને પી.એમ.નો સંદેશ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. એકસ પર એક પોસ્ટમાં તેમણે કહૃાું 'આજે 'વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે' પર આવો આપણે આપણા ગ્રહની અદ્દભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ. દરેક પ્રજાતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે - ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યનું રક્ષણ કરીએ! વન્યજીવનના સંરક્ષણ અને સુરક્ષામાં ભારતના યોગદાન પર પણ અમને ગર્વ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh