Advertisement
Author: નોબત સમાચાર

અવાવરૂ વિસ્તારમાં ટ્રકમાંથી ઝડપાયો દારૂનો ૧૨૦૪ બોટલનો જથ્થો

ટ્રક સહિત રૂપિયા પોણા છ લાખનો મુદ્દામાલઃ એકની ધરપકડ, પાંચના નામ ખૂલ્યાઃ

જામનગર તા.૩ : જોડીયા તાલુકાના પીઠડ ગામમાં એક અવાવરૂ જગ્યામાં શનિવારે રાત્રે મીની ટ્રક ઉભો રાખી તેમાં કરાઈ રહેલા દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી હતી. પોલીસે તે ટ્રકમાંથી ૩૨૪ મોટી બોટલ અને ઈંગ્લીશ દારૂના ૮૮૦ ચપલા મળી ૧૨૦૪ દારૂની નાની મોટી બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે ઝડપાયેલા શખ્સે પીઠડના રીસીવર, હરિયાણાના સપ્લાયર સહિત પાંચના નામ આપ્યા છે. રૂપિયા પોણા છ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જોડિયા તાલુકાના પીઠડ ગામના ખારાવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં શનિવારે રાત્રે ઈંગ્લીશ દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી બાલંભા આઉટ પોસ્ટના પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ આર.એમ. જાડેજાને મળતા જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે શનિવારે રાત્રે ત્યાં આવેલી અવાવરૂ જગ્યામાં દરોડો પાડયો હતો.

આ સ્થળે રાખવામાં આવેલા એક મીની ટ્રકની પોલીસે તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી ચાર બ્રાન્ડની નાની મોટી ૧૨૦૪ બોટલ મળી આવી હતી.

તે ટ્રકમાંથી રોયલ સ્ટગ બ્રાંડની વ્હીસ્કીની ૯૬ બોટલ, ઓલ સિઝન બ્રાંડની વ્હીસ્કીની ૮૪ બોટલ, રોયલ ચેલેન્જ બ્રાંડની વ્હીસ્કીની ૧૪૪ બોટલ તથા રોયલ બ્લેક વ્હીસ્કીના ૮૮૦ ચપલા મળી આવ્યા હતા. ઉપરોક્ત દારૂનો જથ્થો જેમાં લાવવામાં આવ્યો હતો. તે મીની ટ્રક સહિત કુલ રૂ.૫,૮૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે મોરબીના ખાનપુર ગામના યશપાલસિંહ ઘનુભા જાડેજા નામના શખ્સની ધરપકડ કરી છે.

આ શખ્સની કડક પૂછપરછમાં તેણે દારૂ મોકલનાર હરીયાણાના આનંદકુમાર તેમજ હેરાફેરીમાં મદદ કરનાર રાજકોટના જંગલેશ્વરમાં રહેતા સલીમ શેખ અને દારૂ મંગાવનાર રાજકોટના સલીમના મિત્ર ભાણા તથા ગોંડલના સમીર જીંદાણી અને પીઠડ ગામના ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજાના નામ આપ્યા છે. પોલીસે પાંચેય શખ્સના સગડ દબાવ્યા છે. આ કાર્યવાહી જોડિયાના પીઆઈ આર.એસ. રાજપૂતના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh