Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને દેશોએ ૬ સ્ટેશનોને રેલવે સુવિધાથી જોડવાના કર્યા કરારઃ ચીનને જબરો ઝટકો
નવી દિલ્હી તા. ૩: ભારત ભુતાનમાં પ્રથમ રેલવે નેટવર્ક સ્થાપિત કરશે. આ માટે રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ કરવાની ભારતે તૈયારી બતાવતા ચીનને મોટો ઝટકો લાગ્યો છે.
ભારત અને ભુતાન બંને દેશોને રેલ નેટવર્કથી જોડવાની વાતો ૨૦૧૮થી થઈ રહી છે.તેને હવે સત્તાવાર રીતે મંજૂરી મળી છે. આ માટે બંને દેશોએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ૬ સ્ટેશન રેલવે નેટવર્કથી જોડવામાં આવશે. આ રેલવે નિર્ણયથી ચીનને ઝટકો લાગ્યો છે.
ભારતીય રેલવે અસમના કોકરાઝરથી ભુતાનના ગેલેફૂ સુધી રેલવે લૌન પાથરવા જઈ રહી છે. ૬૯.૪ કિમીની પ્રસ્તાવિત રેલ લૌન માટે ભારત રૂ. ૩૫૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રેલવે લાઇન કોકરાઝાર સ્ટેશનને ભુતાનના ગેલેફૂ સાથે જોડશે. નોર્થઈસ્ટ ફ્રન્ટિઅર રેલવે હેડક્વાર્ટર્સના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર કપિંજલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે, 'આ પ્રોજેક્ટમાં ભુતાનના બાલાજન, ગરૂભાસા, રૂનીખાતા, શાંતિપુર, દાદગીરી, અને ગેલેફૂ સહિતના છ સ્ટેશન સમાવિષ્ટ છે. તદુપરાંત ૧૧ મીટર લંબાઈના બે વાયડક્ટ, ૩૯ રોડ અંડર બ્રિજ, એક રોડ ઓવર બ્રિજ, ૬૫ નાના બ્રિજ, ૨૯ મેઇન બ્રિજ, અને બે મહત્ત્વના બ્રિજ પણ તૈયાર કરવામાં આવશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો ફાઇનલ લોકેશન સર્વે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.' બંને દેશો વચ્ચે રેલવે નેટવર્ક સ્થાપિત કરાતાં પ્રવાસ અને વેપાર સંબંધો વધુ ગાઢ બનશે. પ્રવાસીઓ સરળતાથી સસ્તા દરે ભુતાનની મુલાકાત લઈ શકશે.
રેલવે લિંકનું નિર્માણ ભારત સરકાર તરફથી કરવામાં આવશે. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થતાં આસામનું બોડોલેન્ડ ટ્રાન્સિટ અને ટ્રેડ હબ તરીકે ઉભરી આવશે. નોર્થ-ઈસ્ટના સ્થાનિક બિઝનેસ અને સમુદાયોને ભુતાનમાં વેપાર સંબંધો સ્થાપિત કરવાની તક મળશે. ઉલ્લેખનીય છે, વર્ષ ૨૦૧૮થી ભારત પોતાના રેલવે નેટવર્કને ભુતાન સાથે જોડવા માગે છે. ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલના કારણે કનેક્ટિવિટી નેટવર્ક સંબંધિત સંબંધો અવારનવાર ખોટવાયા છે.
નવેમ્બર, ૨૦૨૩માં ભારત-મ્યાનમાર રેલ નેટવર્ક પ્રોજેક્ટ માટે મિઝોરમની રાજધાની એજવાલથી મ્યાનમારની બોર્ડર હિબિછુઆહ સુધી ૨૨૩ કિમી રેલવે લાઇનનો સર્વે હાથ ધરાયો હતો. પરંતુ મ્યાનમારમાં રાજકીય ઉથલપાથલના કારણે આ પ્રોજેક્ટ અધવચ્ચે જ અટકી પડ્યો હતો. બાંગ્લાદેશમાં પણ સત્તાપલટો બાદ ત્રિપુરાના અગરતલાથી બાંગ્લાદેશના અખોરા માટે ભારત-બાંગ્લાદેશ રેલવે લિંકનો પ્રોજેક્ટ ખોટવાયો છે. આ નવા રેલવે પ્રોજેક્ટનું બજેટ રૂ. ૭૦૮.૭૩ કરોડનું હતું. પરંતુ શેખ હસીનાના પલાયન બાદથી જુલાઈ, ૨૦૨૪થી બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રેન સર્વિસ બંધ છે, આમ ભૂતાન સાથેના આ નવા કરારથી ચીનને જબરો ઝટકો લાગ્યો છે, જયારે ભારતીય ઉપખંડમાં ભારતનું વર્ચસ્વ વધુ મજબુત થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial