Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરકાયદે ધાર્મિક બાંધકામો અંગે હાઈકોર્ટમાં થયેલી સ્પે. લિટીગેશન સંદર્ભે
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા તાલુકામાં ધાર્મિક સ્થળો પરના દબાણો પંદર દિવસમાં દૂર કરવા મામલતદાર દ્વારા તાકીદ કરવામાં આવી છે અને તે પછી ઓપરેશન ડિમોલીશનની ચેતવણી પણ અપાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મામલતદાર વિક્રમ વરૂ દ્વારા એક યાદીમાં જણાવયું છે કે નામદાર સુપ્રિમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટમાં રાજ્યના જાહેર સ્થળો, રોડ, રસ્તા તથા જગ્યાઓ પર ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવા સ્પેશ્યલ લિટીગેશન થઈ હોય, જેના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવા સૂચના અપાતા ખંભાળિયા તાલુકામાં સરકારી જમીન, રોડ, રસ્તા તથા જગ્યાઓ પર આવેલા સ્થાનિક ધાર્મિક જગ્યાના વહીવટદાર, પ્રમુખ, ટ્રસ્ટીઓને સરકારી જમીનમાંથી સદરહુ અનઅધિકૃત ધાર્મિક દબાણો સ્વખર્ચે પંદર દિવસમાં દૂર કરીને સરકારી જમીનનો કબજો તંત્રને સોંપવા આદેશ થયો છે.
જો જાતે જ સરકારી જમીન પરના દબાણો દૂર નહીં થાય તો મામલતદાર દ્વારા આ જમીનો કે જેના પર દબાણો થયા છે તેમને ખાલી કરવા પગલાંની કાર્યવાહી થશે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકામાં ડિમોલીશન થયું હતું. કલ્યાણપુર તાલુકામાં ૧૦૬ દબાણકારોને નોટીસો અપાઈ છે. તે પછી હવે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં પણ ડિમોલીશનની કાર્યવાહી શરૂ થઈ છે. હવે થોડા સમયમાં ભાણવડમાં પણ ચાલુ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial