Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકફ બોર્ડ સમક્ષ પૂર્વ પ્રમુખનો હતો ફેરફાર રિપોર્ટઃ
જામનગર તા.૩ : જામનગરના સમસ્ત સીદી જમાતની નવી બોડીના નામ પીટીઆરમાં દાખલ કરવા અંગે ઉભા થયેલા વિવાદ પછી વકફ ટ્રિબ્યુનલમાં મામલો પહોંચ્યો હતો. જેમાં રજૂ થયેલી દલીલો પછી નવા પ્રમુખ તથા નવી કારોબારી સમિતિના નામ પીટીઆરમાં રજીસ્ટરે લેવા બોર્ડ દ્વારા હુકમ કરાયો છે.
જામનગરના સમસ્ત સીદી જમાતના વકફ નં.બી/૩૨૨થી નોંધાયેલા ટ્રસ્ટ અંગે જે તે વખતે વિવાદ ઉભો થયા પછી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ સમક્ષ પહોંચ્યો હતો. નવા પ્રમુખ ઈકબાલ પીરભાઈ કોન્ટ્રાક્ટર તેમજ નવી કારોબારી સમિતિના નામ વકફ પીટીઆરમાં રજીસ્ટરે લેવા હુકમ કરાયો છે.
સમાજની જૂની બોડીના અખ્તર ઈસ્માઈલ વગીડા, ઈકબાલ વગીડા દ્વારા ફેરાફર રિપોર્ટ કરાયો હતો. તે પછી ઈકબાલ પીરભાઈ તરફથી પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેઓએ અખ્તર ઈસ્માઈલના ફેરફાર રિપોર્ટ સામે વાંધા અરજી કરી દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ હેઠળ નોંધાયેલા વકફ અંગે જણાવાયું હતું કે, ટ્રસ્ટમાં ટ્રસ્ટી તથા મેનેજર નીમવાની રીતમાં દર પાંચ વર્ષે વર્તમાન ટ્રસ્ટીની મુદ્દત પૂરી થવાના એક મહિના અગાઉ ટ્રસ્ટી મંડળની રચના કરવા સમાજના કોઈપણ સુન્ની મુસ્લિમ સદ્ગૃહસ્થને ચૂંટણી અધિકારી કરવાની સત્તા રહેશે અને સંસ્થાના બંધારણની કલમ ૮/બ ની લાયકાત મુજબ સભ્યોએ ટ્રસ્ટી બનવા ચૂંટણી અધિકારીને લેખિત અરજી કરવાની રહેશે. તે રીતે સંસ્થાના નોંધાયેલા ટ્રસ્ટી ઈબ્રાહીમ અલારખા મુરીમા, મહંમદ રફીક વજુવડા, અખ્તર ઈસ્માઈલ, સલીમ સૈયદ વગીંડા વગેરે ૧૧ હોદ્દેદારોની ટ્રસ્ટી તરીકેની મુદ્દત પૂર્ણ થતાં ખાલી પડેલી જગ્યા માટે અખ્તર ઈસ્માઈલે ફેરફાર રિપોર્ટ રજૂ કર્યાે હતો તેની સામે વાંધા અરજી રજૂ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, ફેરફાર રિપોર્ટ કાયદાકીય જોગવાઈથી વિપરીત અને સત્યથી વેગડુ છે. તેઓએ પોતાના મળતીયાઓને સમાજના હોદ્દેદાર તરીકે નોંધવા કરેલી હરકત માટે દાદ મળી ન શકે. આ બાબતે બંને પક્ષ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળ્યા પછી વકફ ટ્રિબ્યુનલે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નવી બોડીના એડવોકેટ ઉમર લાકડાવાલાની દલીલો ગ્રાહ્ય રાખી અખ્તર ઈસ્માઈલ વગીંડા દ્વારા કરવામાં આવેલા ફેરફાર રીપોર્ટને દફતરે કરવાનો હુકમ કર્યાે છે અને સમાજના પ્રમુખ તથા નવી કારોકારી સમિતિના નામ પીટીઆરમાં રજીસ્ટરે લેવા હુકમ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial