Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાજીનું ડાકલુ લેવા આવેલા બે શખ્સે જસાપરમાં કરી ધમાલઃ
જામનગર તા. ૨૭: બેડ ગામમાં એક યુવાને પોતાના મોબાઈલ સ્ટેટસમાં ચોકારો મૂકતા તેને કાઢી નાખવાનું કહી છ શખ્સે આ યુવાન તથા તેના ભાણેજ પર લોખંડના વજનીયા, ધૂપેલીયા, ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે સમાણાના એક યુવાને બે દિવસની મજૂરીના પૈસા માંગતા તેને માથામાં પથ્થર ઝીંકી દેવાયો હતો. કાલાવડના જસાપરમાં માતાજીનું ડાકલુ લેવા આવેલા શખ્સ સહિત બેએ છરી-ધોકાથી હલ્લો કર્યાે હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામમાં રસુલનગરમાં રહેતા મોહસીન હનીફભાઈ કકલના મામા ઈશાકભાઈએ ગુરૂવારે પોતાના મોબાઈલમાં વોટ્સએપમાં ચોકારાનું સ્ટેટસ રાખ્યું હતું.
આ બાબત બેડ ગામના જ ઝુબેર જુનુસ સુંભણીયા વગેરેને ગમી ન હતી. ગુરૂવારે સાંજે રસુલનગરમાં ઈમામ ચોકમાં જ્યારે મોહસીન તથા તેના મામા ઈશાક આવ્યા ત્યારે તેઓને બોલાવી ઝુબેર સહિતના વ્યક્તિઓએ સ્ટેટસ કાઢી નાખવાનું કહી ગાળો ભાંડી હતી. ઈશાકભાઈએ તેમ કરવાની ના પાડતા ઝુબેર ઉપરાતં જુનુસ અબ્દુલ ભટ્ટી ઉર્ફે તલવારીયા, જુસબ અબ્દુલ સુંભણીયા, જુનસ મામદ સુંભણીયા, આબીદ કરીમ કેરેચા, રઝાક આદમ જેડા નામના છ વ્યક્તિએ ધોકા તથા ધુપેલીયા અને લોખંડના વજનીયાથી હુમલો કરી મામા-ભાણેજને માર માર્યાે હતો. સિકકા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામના આંબેડકરનગરમાં રહેતા દિવ્યેશ જયંતિભાઈ વાઘેલા નામના યુવાન ત્રણેક મહિના પહેલાં સમાણાના કિશોર નાનજી વાઘેલા સાથે એક સ્થળે મજૂરીકામે ગયા હતા જ્યાં તે દિવસની મજૂરીના પૈસા લેવાના બાકી હતા. તેની કિશોર પાસે અવારનવાર દિવ્યેશે ઉઘરાણી કર્યા પછી ગુરૂવારે રાત્રે કિશોરે ગાળો ભાંડી પથ્થરથી માથામાં તથા પગમાં ઈજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
કાલાવડના જસાપર ગામમાં મહાકાળીનગરમાં રહેતા અમિત ચંદ્રેશભાઈ મકવાણાના ઘેર ગઈકાલે રાત્રે રાજકોટનો રાઘવ હરસુખ મકવાણા નામનો શખ્સ માતાજીનું ડાકલુ લેવા આવ્યો હતો તેને ચંદ્રેશભાઈ નાગજીભાઈ મકવાણાએ સવારે આવવાનું કહેતા રાઘવ તથા કરણ ભલુભાઈ મકવાણા નામના શખ્સોએ છરી તથા ધોકાથી હુમલો કરી ચંદ્રેશભાઈના પુત્ર અમિતને ઈજા પહોંચાડી હતી. વચ્ચે પડનાર ચંદ્રેશભાઈને પણ ધોકા ફટકારવામાં આવ્યા હતા અને પતાવી દેવાની ધમકી અપાઈ હતી. કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial