Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્કરમાં ભરી અપાયું હતું ૩પ હજાર લીટર ડીઝલઃ
જામનગર તા. ૨૭: લાલપુરના ઝાંખર ગામ નજીક નયારા કંપનીમાંથી ૩પ હજાર લીટર ડીઝલ ભરીને રવાના થયેલા એક ટેન્કરમાંથી માર્ગમાં ડ્રાઈવરે ૭૩૩પ લીટર ડીઝલ કાઢી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ઝાંખર ગામના પાટીયા નજીક આવેલી નયારા કંપનીમાંથી ગયા ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સીલવાસાના અજીતસિંહ હંસરાજસિંહ નામના આસામીના હસ્તકના ડીડી-૧-ઝેડ ૯૪૭૧ નંબરના ટેન્કરમાં ૩પ હજાર લીટર ડીઝલ ભરી આપવામાં આવ્યંુ હતું.
ગઈ તા.૪ ડિસેમ્બરની સવારે રવાના થયેલુ આ ટેન્કર ધતુરામાં આવેલી ઈન્દરમની મીનરલ્સ નામની કંપનીમાં ઠાલવવાનું હતું. તા.૯ની સવારે ત્યાં પહોંચેલા ટેન્કરમાંથી ૭૩૩પ ડીઝલ ઓછું નીકળ્યું હતું. ત્યારપછી ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બિંદાગઢ ગામના સુભાષસિંહ શિવબહાદુર નામના ડ્રાઈવરે તે ડીઝલ કાઢી લીધાની મેઘપર પોલીસ સ્ટેશનમાં અજીતસિંહે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial