Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહોર્રમના ઝૂલુસ વેળાએ રેન્જ આઈજી, એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત

ચૂસ્ત બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ, હોમગાર્ડઝ જવાનોની સખત જહેમતઃ

                                                                                                                                                                                                      

જામનગર શહેરમાં ગઈકાલે મહોર્રમ પર્વની ઉજવણી કરવામાં આવી તે અગાઉ કેટલાય દિવસો સુધી પોલીસ દ્વારા આ પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવે તે માટે ચાંપતી વ્યવસ્થા કરવામાં આવી હતી. શાંતિ સમિતિઓની બેઠક ઉપરાંત બંને સમાજના અગ્રણીઓ સાથે પોલીસે સતત સંકલન રાખ્યું હતું. તે પછી ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય પણ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરના પોલીસવડા ડો. રવિમોહન સૈનીની સૂચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના વડપણ હેઠળ એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, સિટી એ ડિવિઝનના પીઆઈ ડોડીયા, સિટી બી ડિવિઝનના પીઆઈ એન.એમ. ગઢવી, સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભી તેમજ એસઓજી ટીમ, પેરોલ ફર્લો ટીમ અને તેઓની સાથે જોડાયેલા હોમગાર્ડઝ જવાનોએ રાખેલા ચૂસ્ત બંદોબસ્તને આઈજીએ નિહાળ્યો હતો. તે પછી દરબારગઢ સ્થિત સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી પહોંચેલા આઈજીએ તમામ અધિકારીઓને સૂચન અને માર્ગદર્શન આપ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh