Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા બાયપાસ નજીક મોટરને ટ્રકની ઠોકરઃ
જામનગર તા. ૨૭: લાલપુર શહેરમાં રહેતા એક યુવાન તથા તેમના પત્ની તથા પુત્રી ગઈ તા.૧૯ની બપોરે ગોવાણા ગામથી પરત ફરતા હતા ત્યારે તેમના મોટરસાયકલની આડે લાલપુરથી પાંચ કિમી દૂર રોઝડુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ યુવાનનું મૃત્યુ થયું છે. જ્યારે લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે એક ટ્રકે મોટરને હડફેટે લીધી છે.
લાલપુર શહેરની દ્વારકાધીશ સોસાયટીમાં વસવાટ કરતા મૂળ ગોવાણા ગામના વતની ચંદુભાઈ મારખીભાઈ કારેણા (ઉ.વ.૩૬) નામના યુવાન પોતાના પત્ની હંસાબેન, પુત્રી મયુરી સાથે ગઈ તા.૧૯ની બપોરે જીજે-૧૦-ડીએચ ૫૩૧૨ નંબરના મોટરસાયકલમાં ગોવાણા ગામથી લાલપુર પરત ફરી રહ્યા હતા.
તેઓ જ્યારે લાલપુર-પોરબંદર રોડ પર મંદિર નજીક પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક રોઝડુ આવી જતા ચંદુભાઈનું મોટરસાયકલ તેની સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં રોડ પર ફંગોળાઈ ગયેલા ચંદુભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે હંસાબેન તથા મયુરીને સામાન્ય ઈજા થઈ હતી. સારવાર દરમિયાન ચંદુભાઈનંુ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની હંસાબેન કારેણાએ પોલીસને જાણ કરી છે.
રાજકોટના રામનાથપરામાં રહેતા અજયસિંહ રમેશભાઈ સીંધવ નામના યુવાન ગઈકાલે સાંજે લાલપુર ચોકડીથી ખંભાળિયા ચોકડી તરફ જીજે-૩-એચઆર ૫૫૨૬ નંબરની મોટર લઈને જતા હતા ત્યારે એનએલ-૧-એજી ૫૪૦૭ નંબરના ટ્રકના ચાલકે અકસ્માત સર્જતા મોટરમાં નુકસાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial