Advertisement
Author: નોબત સમાચાર

બેડ પાસે સંન્યાસીની સાયકલમાંથી રૂપિયા અડધા લાખની રોકડ, કપડાના થેલાની ઉઠાંતરી

ત્રણ શખ્સે પદયાત્રીની સાયકલમાંથી કરી ચોરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: રાજસ્થાનથી દ્વારકા પદયાત્રા કરીને દર્શનાર્થે જઈ રહેલા એક સંન્યાસી વૃદ્ધની સાથે તેઓના સામાનને રાખવા માટે ત્રણ પૈંડાવાળી સાયકલ પણ હતી. આ સંન્યાસી ગઈકાલે સવારે જ્યારે બેડ ગામ પાસે પહોંચ્યા ત્યારે તેમની સાયકલમાંથી કપડાનો થેલો ઉપરાંત માર્ગમાં મળેલી ભેટ સોગાદરૂપે મળેલી રૂ।.પચ્ચાસેક હજારની રોકડ કોઈ ત્રણ શખ્સ તફડાવી ગયા છે. પોલીસે ગુન્હો નોંધી આ શખ્સોના સગડ દબાવ્યા છે.

રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પંચભાદરા તાલુકાના અસાડા ગામના વતની સકારામજી મગનાજી ચૌહાણ (ઉ.વ.૭૬) નામના વૃદ્ધ કેટલાક દિવસો પહેલાં રાજસ્થાનમાં પોતાના ગામથી દ્વારકા જવા માટે નીકળ્યા પછી જામનગર આવી પહોંચ્યા હતા.

કાળઝાળ ગરમી વચ્ચે પણ આ વયોવૃદ્ધ સંનિયાસી બે હાથ તથા ગોઠણથી ચાલીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા છે. તેઓ જ્યારે જામનગર આવ્યા ત્યારે તેઓએ ટૂંકુ રોકાણ કર્યું હતું. ત્યારપછી સાથે રહેલી ત્રણ વ્હીલવાળી સાયકલ લઈને આ વૃદ્ધ ફરીથી દ્વારકા જવા માટે રવાના થયા હતા.

તે દરમિયાન ગઈકાલે વહેલી સવારે સકારામજી જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ પાસે રામમંદિર નજીક બાપા સિતારામ મઢુલી પાસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરતા હતા તે દરમિયાન તેમની ત્રણ વ્હીલવાળી સાયકલમાંથી કોઈ ત્રણ શખ્સો કપડા ભરેલો થેલો તથા સાયકલમાં પાછળના ભાગે મૂકવામાં આવેલી પેટી તોડી તેમાંથી રૂ।.૫૦થી ૬૦ હજારની રોકડ કાઢી ગયા છે.

આ સંનિયાસીના થેલામાં તેઓના કપડા, શાલ, ડોક્યુમેન્ટ વગેરે હતા અને પતરાની પેટીમાં તેઓને રાજસ્થાનથી બેડ સુધીમાં ભાવિકો દ્વારા આપવામાં આવેલી રોકડ, ભેટ સોગાદ હતા. તે ચોરાઈ ગયા છે. દોડી આવેલી સિક્કા પોલીસે ગુન્હો નોંધી આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh