Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વનતારાની મુલાકાત માટે
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સના 'વનતારા'ની સમયાંતરે વિવિધ મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવતી હોય છે. ગઈકાલે હોલિવૂડના નામાંકિત કલાકાર ટાપરીસ ગીબ્સનું જામનગર એરપોર્ટ ઉપર આગમન થયું હતું. એરપોર્ટે ઉતર્યા પછી તેઓને મોટર મારફત મોટી ખાવડી લઈ જવાયા હતાં જ્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું હતું, અને 'વનતારા'માં અંબાણી પરિવારની મહેેમાનગતિ માણી હતી તેમજ ત્યાં રહેલા પ્રાણીઓ અને તેની સુવિધા-સારવારને નિહાળી હતી. આમ જામનગર જિલ્લાનું વનતારા વિશ્વ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. અહીં ભારતના નામાંકિત ઉદ્યોગપતિ, ક્રિકેટરો, ફિલ્મી કલાકારો, સેલીબ્રીટી ઉપરાંત વિશ્વમાંથી પણ સેલીબ્રીટીનું આગમન થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial