Advertisement
Author: નોબત સમાચાર

જૂના રેલવે સ્ટેશન નજીક સ્કૂટરમાં દારૂની લઈ જવાતી ૩૨ બોટલ પકડાઈ

રાજસ્થાનના શખ્સની અટકઃ એકનું નામ ખૂલ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેથી ગઈકાલે સાંજે સ્કૂટરમાં ઈંગ્લીશ દારૂની ૩ર બોટલ સાથે જઈ રહેલા એક શખ્સને એલસીબીએ દબોચી લઈ પૂછપરછ કરતા તેણે આ જથ્થો જયપુરથી મોકલાવાયો હોવાની કબૂલાત આપી છે. કુલ રૂ।.૭૧,૧ર૮નો મુદ્દામાલ કબજે કરી બે સામે ગુન્હો નોંધાવાયો છે.

જામનગરના જુદા જુદા વિસ્તારમાં ગઈકાલે એલસીબી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જૂના રેલવે સ્ટેશન નજીક ગીતા લોજ પાસેથી એક શખ્સ સ્કૂટરમાં દારૂના જથ્થા સાથે જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે ત્યાં વોચ ગોઠવી હતી.

આ સ્થળેથી જીજે-૧૦-બીએન ૧૧૦૧ નંબરના સ્કૂટરમાં પસાર થયેલા મૂળ રાજસ્થાનના પરોલી જિલ્લાના મોહનપુરા ગામના સમંદરસિંગ ભરતસિંગ ગુજર નામના શખ્સને રોકી લેવામાં અવ્યો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ૩ર બોટલ મળી આવી હતી.

એલસીબીએ રૂ।.૫૦ હજારનું સ્કૂટર, રૂ।.૧૬૧૨૮ની કિંમતનો દારૂનો જથ્થો, રૂ।.પ હજારનો મોબાઈલ કબજે કરી સમંદરસિંગની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેણે આ જથ્થો રાજસ્થાનના જયપુરના ધીરૂ પ્રકાશ ગુજર પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh