Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરમી અને બફારા વચ્ચે ભેજનું પ્રમાણ ૭૪ ટકાઃ
જામનગર તા. ર૭: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૭૪ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ ગરમી અને બફારો યથાવત રહ્યો હતો.
જામનગરમાં શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૭૪ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ આકરો તાપ અને બફારો યથાવત્ રહ્યો હતો. અસહ્ય ઉકળાટથી પ્રજાજનોની હાલત કફોડી બની ગઈ હતી. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરતાની સાથે લોકો પરશેવે રેબઝેબ બની ગયા હતાં.
પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. સાંજે પવનની ગતિ વધતા વાતાવરણમાં ધીમે-ધીમે ગરમીનું જોર ઘટવા લાગ્યું હતું, જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial