Advertisement
Author: નોબત સમાચાર

જાતિને અપમાનિત કરતો વીડિયો મૂકનાર જામનગરના આસામી સામે કરાઈ એટ્રોસિટી

ઈન્સ્ટાગ્રામ આઈડીધારક સામે નોંધાયો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામમાં અનુસૂચિત જાતિને અપમાનિત કરતો એક વીડિયો મૂક્યાની જામનગરના કોન્ટ્રાક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ, બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ્ સોસાયટીમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મૂળ લાલપુરના જીતેશભાઈ ચનાભાઈ ચાવડા નામના આસામીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગરના જ અરશીભાઈ આહિર ઉર્ફે એ.કે. નામના આસામી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ચાર-પાંચ દિવસ પહેલાં અરશીભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામના આઈડીમાં અનુસૂચિત જાતિને અપમાનિત કરતો એક વીડિયો અપલોડ કર્યાે હતો. તે વીડિયો જીતેશભાઈને મળ્યા પછી તેઓએ વીડિયોમાં ખરાબ શબ્દો બોલી ધાકધમકી આપવા અંગે અરશીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ, બીએનએસની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh