Advertisement
Author: નોબત સમાચાર

વરસાદ ખેંચાતા...પાણીના ધાંધીયા શરૂ...

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જામનગર શહેરને ૩૧ જુલાઈ સુધી પાણી વિતરણમાં કોઈ તકલીફ નહીં પડે તેવા સત્તાવાર નિવેદન પછી શહેરના જે છ ઝોનમાં દૈનિક પાણી વિતરણ કરાતું હતું ત્યાં હવે એકાંતરે પાણી વિતરણ કરવાનો અમલ શરૂ કરવો પડ્યો છે.

શહેરમાં એકાંતરે પાણી વિતરણ માંડ ૩પ-૪૦ મિનિટ કરવામાં આવે છે, તેમાં વળી ક્યાંક વાલ્વ બગડી જવો, રસ્તાના ખોદકામના કારણે લાઈનો તૂટવી, વીજપુરવઠો ખોરવાઈ જવો, ઉપરથી પાણીનો જથ્થો ઓછો આવવો જેવા કારણોસર એકાંતરે પાણી વિતરણમાં પણ ક્યારેક એક વધુ દિવસનો ખાડો પડે છે અથવા ૩-૪ કલાક મોડું વિતરણ થાય છે. નર્મદાનું પાણી પર્યાપ્ત જથ્થામાં નિયમિત મળતું રહે તેમજ સૌની યોજના મારફત આજી, ઊંડ, રણજીતસાગર ડેમમાં પાણી ભરવામાં આવે તો સમસ્યા થોડી હળવી થઈ શકે અને વરસાદ ખેંચાય તો પણ એકાંતરે પાણી વિતરણમાં વિક્ષેપ પડે નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh