Advertisement
Author: નોબત સમાચાર

હોર્મુઝમાં કાર્ગો જહાજ પર ડ્રોન હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પ આગબબૂલાઃ ડ્રોન સાઈટ પર કરી એરસ્ટ્રાઈક

સીઝ ફાયર છતાં ઈરાનના હુમલા ૫છી અમેરિકાની ચેતવણીઃ ત્રણ ડ્રોન હવામાં જ ઉડાવ્યા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૭: ઈરાને એક કાર્ગો જહાજ પર ચાર ડ્રોન છોડ્યા પછી અમેરિકાએ વળતો પ્રહાર કરીને ડ્રોન સાઈટને નિશાન બનાવી છે. આ કારણે શાંતિ કરાર જોખમાયો છે અને પુનઃ યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજ 'એવર લવલી' પર ૨૫ જૂને ડ્રોન હુમલો થયો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, આ હુમલો ઈરાન દ્વારા કરાયો હતો, જેમાં અમેરિકી સેનાએ ૩ ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ઘટનાથી વૈશ્વિક તણાવ વધ્યો છે. ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક કોમર્શિયલ જહાજ પર ૨૫ જૂનના રોજ થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલા પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આ આકરૃં નિવેદન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ હુમલો ઈરાન તરફથી કરવામાં આવ્યો હતો, જેમાં અમેરિકી સેનાએ ત્રણ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા જહાજો પર ઓછામાં ઓછા ૪ વન-વે એટેક ડ્રોન ઝિંક્યા હતા. આમાંથી એક ડ્રોન સીધું જઈને એક મોંઘા કોમર્શિયલ જહાજના ઉપરના ભાગે અથડાયું હતું. આ હુમલાથી જહાજને નુકસાન તો થયું છે, પરંતુ તે આગળ વધવામાં સફળ રહૃાું છે. જ્યારે બાકીના ૩ ડ્રોનને અમેરિકી સેનાએ હવામાં જ તોડી પાડ્યા હતા.' ટ્રમ્પે આ ઘટનાને સીઝફાયર કરારનું એક મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન ગણાવ્યું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (આઈએમઓ)એ હોર્મુઝના રૂટ પર ફસાયેલા જહાજો અને નાવિકોને સુરક્ષિત બહાર કાઢવાની પોતાની કામગીરી હાલ પૂરતી રોકી દીધી છે.

વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સે અમેરિકી અધિકારીઓના અહેવાલો હેઠળ જણાવ્યું છે કે, 'ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દ્વારા આ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. અને આ હુમલો ઈરાનની એ ધમકીના થોડા જ કલાકો બાદ થયો હતો, જેમાં તેણે ચેતવણી આપી હતી કે, જો જહાજો તેના દ્વારા નક્કી કરાયેલા રૂટનું પાલન નહીં કરે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'

બ્રિટિશ નૌસેનાની એજન્સી (યુકેએમટીઓ)ના જણાવ્યા અનુસાર, ઓમાનના દરિયાકાંઠા નજીક આ જહાજ પર મિસાઈલ અથવા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજના કંટ્રોલ રૂમ વાળા હિસ્સાને નુકસાન પહોંચ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે, કોઈ પણ નાવિક ઘાયલ થયો નથી.

સૂત્રો દ્વારા આ જહાજની ઓળખ સિંગાપોરનો ધ્વજ ધરાવતા 'એવર લવલી' તરીકે થઈ હતી. આ ઘટના બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, અને દરિયાઈ વેપાર માર્ગ પર જોખમ વધી ગયું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધનો ભય વધ્યો છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજ પર ઈરાની હુમલાના કથિત જવાબમાં, અમેરિકાએ શુક્રવારે ઈરાનની મિસાઈલ અને ડ્રોન સાઈટ્સને નિશાન બનાવી હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ કરાર પછી આ પ્રથમ સીધો હુમલો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની અંદર ઘૂસીને હુમલાની પુષ્ટિ કરી છે, અને ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ સર્જાયા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા શિપ પર કથિત ઈરાની હુમલા સામે ટ્રમ્પ બગડ્યા હતા. જેના બાદ અમેરિકાએ શુક્રવારે જ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સાઈટ્સને નિશાને લઈ હુમલા કર્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ ઇરાન પર સીધો હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે વોશિંગ્ટન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયારી કરી રહૃાું છે.

ઈરાન પર હુમલાની થોડીક જ વારમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી હતી કે અમેરિકાના સૈન્યએ ઇરાનની અંદર ઘૂસીને હુમલા કર્યા છે. અમે ઈરાનના મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને કોસ્ટલ રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા છે.

સેન્ટકોમે અહેવાલ આપ્યો છે કે યુએસ ફાઈટર જેટ્સે ઈરાની મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાઈ સરહદ નજીક રડાર સાઈટ્સ પર હુમલો કર્યો હતો, જેમાં ચોકસાઈભર્યા હુમલા કરવામાં આવ્યા હતા. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી યુદ્ધને ઉશ્કેરવાનો હેતુ નહોતો, પરંતુ યુદ્ધવિરામ ઉલ્લંઘનનો જવાબ આપવા માટે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh