Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મોટા આંચકામાં સેંકડોના જીવ ગયા પછી
નવી દિલ્હી તા. ૨૭: વેનેઝુએલામાં ફરી ૪.૯ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. નવા આંચકાથી ભયનો માહોલ સર્જાયો છે.
વેનેઝુએલામાં ૭.૧ અને ૭.૫ની તીવ્રતાના ભૂકંપ પછી આજે ફરી ૪.૯ની તીવ્રતાનો આંચકો આવ્યો. ઉત્તર કિનારે આવેલા આ ભૂકંપથી રાજધાની કરાકસ અને મારાકે શહેર ધ્રુજી ઉઠયા હતા. અગાઉના ભૂકંપમાં ૯૨૦ થી વધુ લોકોના મોત થયા છે અન. ૩૩૦૦થી વધુ ઘાયલ થયા છે. નવા આંચકાથી બચાગ કામગીરી થોડા સમય માટે અટકાવવી પડી હતી.
ઉલ્લેખનિય છે કે, પહેલા બે મોટા ભૂકંપને કારણે અત્યાર સુધી વેનેઝુએલામાં ૯૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. પહેલા બે મોટા ભૂકંપને કારણે અનેક ઈમારતો ધરાશાયી થઇ ગયાના અહેવાલો અને વીડિયો સામે આવ્યા હતા. ત્યારે આજે ફરી એકવાર ૫ જેટલી તીવ્રતાના ભૂકંપથી લોકોમાં દહેશત ફેલાઈ હતી.
આ નવો ભૂકંપ ઉત્તર કિનારે ૪.૯ની તીવ્રતાનો નોંધાયો હતો. જેના લીધે રાજધાની કરાકસ અને મારાકે શહેર હચમચી ગયા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમતેમ મેદાન તરફ દોડવા લાગ્યા હતા. નવા ભૂકંપને કારણે પહેલાથી ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન પણ અટકાવી દેવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે જૂના બે ભયાનક ભૂકંપોને કારણે અત્યાર સુધીમાં ૯૨૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૩૩૦૦થી વધુ ઈજાગ્રસ્ત છે. કાટમાળ નીચે હજુ ૧૭૨થી વધુ લોકો દટાયેલા તથા ૫૦૦૦૦થી વધુ લોકોનો કોઈ અતોપતો જ ન હોવાની માહિતી સામે આવી રહી છે. યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરશન ચલાવાઈ રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial