Advertisement
Author: નોબત સમાચાર

પટેલવાડીમાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા અને ત્રણ શખ્સ ઝડપાયા

એક શખ્સ નાસી જવામાં સફળ થયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના રામેશ્વરનગર નજીક પટેલવાડીની શેરી નં.૬માં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા સહિત પાંચને પોલીસે પકડી પાડ્યા હતા. એક નાસી જવામાં સફળ થયો હતો. પટમાંથી રૂ।.૧૩૩૦૦ રોકડા કબજે કરાયા હતા.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી પટેલવાડીમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીએસઆઈ એસ.જી. કેશવાલાના વડપણ હેઠળ પટેલવાડીની શેરી નં.૬માં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી તીનપત્તી રમતા દીપક હસમુખભાઈ કોટેચા, આશિષ સંપતલાલ મહેતા, હાર્દિકભાઈ ગુણવંતરાય ભટ્ટ તેમજ કાજલબેન મનુભાઈ માલદે, ભીનીબેન નારણભાઈ બોદર નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસને જોઈને રણજીતસિંહ પરમાર નાસી ગયા હતા.

પોલીસે જુગારના પટમાંથી રૂ।.૧૩૩૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. રણજીતસિંહની શોધ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh