Advertisement
Author: નોબત સમાચાર

બાવન જમાતના પ્રમુખ તથા તેમના પુત્રો વિરૂદ્ધ હુમલાની ફરિયાદ

ચૂનાના ભઠ્ઠા પાસે યુવાન પર હુમલો કરી અપમાનિત કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં ગુરૂવારે સાંજે તાજીયો પડમાં આવ્યો ત્યારે તેના દર્શનાર્થે ગયેલા એક યુવાનને બે શખ્સે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ કરી છે. જેમાં ફરિયાદીએ જામનગરની મુસ્લિમ બાવન જમાતના પ્રમુખ અને તેમના પુત્રો સહિતના વ્યક્તિઓ સામે અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવ્યું છે. આ બઘડાટી વેળાએ બે મોબાઈલ તથા એક મહિલાનો ચેઈન કોઈએ ઝંૂટવી લીધો હોવાનું પણ ઉમેરવામાં આવ્યું છે.

જામનગરમાં ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં આવેલી બાઈની વાડી પાસે ગુરૂવારે સાંજે તાજીયો પડમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યાં આવેલા આંબેડકરવાસમાં રહેતા ગોપાલભાઈ કિશનભાઈ પરમાર સહિતના વ્યક્તિઓ તેના દર્શનાર્થે ગયા હતા. આ વેળાએ ત્યાં ધસી આવેલા અહેમદરઝા મહંમદહુસેન નાઈ નામના શખ્સે બોલાચાલી કરી હતી.

આ શખ્સે તું જુમાભાઈના છોકરાઓ સાથે કેમ ફરે છે તેમ કહી એલફેલ બોલ્યા પછી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી માથામાં હુલાવી દેવાનો પ્રયાસ કર્યાે હતો. તે ઘા બચાવવાના પ્રયાસમાં છરી ગોપાલભાઈને ગાલમાં વાગી ગઈ હતી. તે દરમિયાન મહંમદહુસેન તમાચી પણ દોડી આવ્યો હતો. તેણે પણ ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદની સામે ચૂનાના ભઠ્ઠા પાસે વસવાટ કરતા અહમદરઝા નાઈએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગુરૂવારે સાંજે બાઈની વાડી વિસ્તારમાં આરીફ જુમા ખફી, પરવેઝ અસરફ ખફી, ગફાર વલીમામદ ખફી, મહંમદહુસેન અબ્બાસ ખફી ઉર્ફે નાયબ, અસરફ જુમા ખફી, શહેનાઝબેન ખફી, હમીદાબેન આરીફ ખફી, જુમા દોસમામદ ખફી, નાયબ આરીફ ખફી, અસરફની દીકરી, આરીફની દીકરી નામના ૧૧ વ્યક્તિએ ધોકા, ઢીકાપાટુથી માર માર્યાે હતો.

અગાઉ આરીફ જુમા ખફી સામે પોલીસમાં અહેમદરઝાએ ફરિયાદ નોંધાવી હતી. તેનો ખાર રાખી ગુરૂવારે સાંજે આરીફ જુમાએ બાઈની વાડી પાસે આવી ફડાકા ઝીંક્યા પછી બાકીના ૧૦ વ્યક્તિ તૂટી પડ્યા હતા. વચ્ચે પડનાર મહંમદહુસેન તમાચીને પણ માર મારવામાં આવ્યો હતો જેમાં તેઓઓ હાથ ભાંગી ગયો છે. અહેમદરઝાના પત્ની નર્મદાબેન અને પુત્ર રોનક વચ્ચે પડતા તેઓના મોબાઈલ ઝૂંટવી લેવાયા હતા. નુરઝહાંબેનને લાતો ઝીંકવામાં આવી હતી. નર્મદાબેનના ગળામાંથી કોઈએ ચેઈન ઝૂંટવી લીધો હતો.

પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદ પરથી ચાર મહિલા સહિત ૧૩ સામે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh