Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેતન્યાહુએ રોન કાઢી- લશ્કર તો તૈનાત જ રહેશે !
વોશિંગ્ટન તા. ૨૭: ઈઝરાયલ-લેબેનોન વચ્ચે આખરે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. જો કે, નેતન્યાહૂએ હિઝબુલ્લાહને ચેતવ્યા છે અને તેઓના નિઃશસ્ત્રીકરણ સુધી લેબેનોનમાં સેના તૈનાત રહેશે. તેવું જાહેર કર્યું છે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ શાંત કરવા અમેરિકાની મધ્યસ્થી સફળ રહી છે. શુક્રવારે વોશિંગ્ટનમાં ઇઝરાયલ અને લેબેનોને ઐતિહાસિક શાંતિ કરારની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા. આ ત્રિપક્ષીય દસ્તાવેજ પર અમેરિકામાં લેબેનોનના રાજદૂત નાડા હમાદેહ મોવાદ અને ઇઝરાયલના રાજદૂત યેચિયલ લાઇટર દ્વારા સહીઓ થઈ.
જોકે, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ હિઝબુલ્લાહના નિઃશસ્ત્રીકરણ સુધી લેબેનોનમાં સેના રાખવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, *આજે અમે એક એવા પ્રવાસની શરૂઆત કરી છે જે બેશક ઘણો મુશ્કેલ હશે, પરંતુ આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ અને અનિવાર્ય છે.* બીજી તરફ, ઇઝરાયલી રાજદૂત લાઇટરે ખૂબ જ મજબૂતાઈથી વાટાઘાટો કરવા બદલ લેબેનોની રાજદૂત હમાદેહની પ્રશંસા કરી હતી. લેબેનોનના રાજદૂતે જણાવ્યું કે આ કરાર લેબેનોનની સાર્વભૌમત્વની પુનઃસ્થાપના અને લોકોની સુરક્ષા માટે પ્રથમ કદમ છે.
બીજી તરફ વોશિંગ્ટનમાં શાંતિ કરારની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મોટું અને કડક નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનું સંપૂર્ણપણે નિઃશસ્ત્રીકરણ (નિઃશસ્ત્રીકરણ) નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં પોતાની હાજરી જાળવી રાખશે.
જોકે, નેતન્યાહૂએ એમ પણ ઉમેર્યું હતું કે ઇઝરાયલની સેના લેબેનોનની સત્તાવાર આર્મીને બે પ્રાયોગિક વિસ્તારો (એક્સપેરિમેન્ટલ ઝોન) માં નિયંત્રણ લેવાની મંજૂરી આપશે. જેમાં એક વિસ્તાર લેબેનોનની લિતાની નદીની દક્ષિણમાં અને બીજો તેની ઉત્તરમાં આવેલો છે. અધિકારીઓએ હજુ સુધી આ ફ્રેમવર્ક ડીલની સંપૂર્ણ શરતો જાહેર કરી નથી, અને તે અગાઉના ૧૬ એપ્રિલના યુદ્ધવિરામ કરારથી કેવી રીતે અલગ છે તેની વિગતો આવવાની બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial