Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોષણથી મુક્ત, સુરક્ષિત, સરળ સ્થાનિક પરિવહન સેવાઃ સહકાર ક્ષેત્રે સાહસ
ગાંધીનગર તા. ર૭: આજે ગાંધીનગરથી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે "ભારત ટેક્સી" નો પ્રારંભ કરાવ્યો છે. સહકાર ક્ષેત્રની આ સેવા રાજયના ૧૪ શહેરોમાં ઉપલબ્ધ થશે, તેમ જણાવાયું છે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહ ૨૭ અને ૨૮ જૂન એમ બે દિવસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે છે. આજે તેમણે ગાંધીનગરમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે કહૃાું કે, મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ ન થાય એટલે ટેક્સી શરૂ કરાવી છે. તેમણે આગળ કહૃાું કે, ભારત ટેક્સી મોંઘી છે, કેટલાક લોકો અફવાઓ ફેલાવે છે. અમે નાગપુરથી લઈ જયપુર, કોલકાતા સુધી પહોંચીશું. બે વર્ષમાં ૫૦૦ શહેર-કસ્બોમાં ૨ વ્હીલર-ફોર વ્હીલરને જોડી લઈશું.
વડાપ્રધાનના સહકારથી સમૃદ્ધિના વિઝનને પરિવહન અને મોબીલીટી ક્ષેત્રે વિકસાવવાના હેતુથી આ સેવા ચાલુ કરાઈ હોવાનુ જણાવાયુ છે. તેમણે કહ્યુ કે સહકારી ક્ષેત્રે આ કદમ વ્યાપક જનહિતાર્થે ઉઠાવ્યું છે.
મીડિયા અહેવાલો મુજબ ગુજરાતમાં શોષણથી મૂકત, સુરક્ષિત અને સરળ પરિવહન ક્ષેત્રે સહકાર ક્ષેત્રનું સાહસ છે, જેમાં રાજ્યના ૪૦૦૦ જેટલા સારથી જોડાયા છે. આ સેવાનો લાભ રાજ્યના ૧૪ શહેરોને મળશે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ પ્રારંભ કરાયો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પ્રાસંગિક ઉદ્બોધનો દરમિયાન આ સેવાને વકતાઓએ આવકારી હતી.
હાલાર સહિત ૧૪ શહેરોને લાભ
મીડિયા અહેવાલો મુજબ આ ટેકસી સેવા સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, સોમનાથ, વલસાડ, આણંદ, નડિયાદ, મહેસાણા અને અમરેલીને આ ટેકસી સેવાનો લાભ મળશે. આગામી એક મહિનમાં આખા ગુજરાતમાં આ સેવા મળતી થાય તેવું લક્ષ્ય રખાયુ હોવાનો દાવો કરાયો છે.
સારથીઓને લાભ
ડ્રાઈવરો એટલે કે સારથીઓને ઝીરો કમિશન મોડલ, સામાજિક સુરક્ષા અને રજીસ્ટ્રેશન, વીમો, લોન, સરકારી યોજનાઓનો લાભ મળશે.
ગ્રાહકોને લાભ
મુસાફરોને સ્થિર અને વ્યાજબી ભાડુ, સુરક્ષિત મુસાફરી ઉપરાંત દ્વિચક્રી, ત્રિચક્રી અને ફોરવ્હીલર (કેબ) સહિતના લાભો મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં આ પ્લેટફોર્મ હેઠળ ૭ લાખ સારથીઓ જોડાયા છે અને દેશમાં ૩૭ લાખથી વધુ લોકોએ આ ટેક્સી સેવાનો નિયમિત લાભ ઉઠાવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ આ અંગેની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial