Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની નગરપાલિકાઓમાં મહેકમ ખર્ચના કાળા કાયદાને નાબૂદ કરવા રજૂઆત

સફાઈ કામદાર મહામંડળ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૭: ગુજરાત રાજ્યની નગર પાલિકાઓમાંથી મહેકમ ખર્ચની મર્યાદાના કાળા કાયદાને નાબૂદ કરવા માટે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગર શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાને રજૂઆત કરાઈ હતી.

મહામંડળ દ્વારા નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના આદેની અમલવારી કરવા તથા ન.પા. નિયામકના મહેકમ ખૃચની મર્યાદાના તા. ૪-ર-ર૦૦૪ ના પરિપત્રને નાબૂદ કરવા માટે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા આગામી દિવસોમાં શહેરી વિકાસના મુખ્ય સચિવ તથા જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને મિટિંગ યોજવામાં આવશે જેમાં સફાઈકર્મી મહામંડળને હાજર રખાશે તથા મહેકમ ખર્ચના પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયત્નો થશે. આ બેઠકમાં ગુજરાત સફાઈ કામદાર મંડળના હોદ્દેદારો કસ્તુરભાઈ મકવાણા, રમેશભાઈ વાઘેલા, જગદીશભાઈ સોલંકી, રજનીકાંત સોલંકી, રમેશભાઈ કાકુભાઈ સહિતના આગેવાનો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh