Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ તપાસ શરૃઃ ઈમારત ધરાશાયી
કપડવંજ તા. ર૭: કડપવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટથી આખુ બાંધકામ ધ્વસ્ત થઈ ગયું છે અને પાંચથી વધુ શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બે ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડાની એક ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેના અવાજથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો પણ ધ્રુજી ઊઠ્યા હતાં. વિસ્ફોટના કારણે ફેક્ટરી જે મકાનમાં ચાલી રહી હતી તે આખું મકાન તૂટીને ભૂક્કો થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ધડાકાનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતાં. જોતજોતામાં ઘટના સ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
કપડવંજમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું હતું કે, 'ઘટના સમયે ફેક્ટરીમાં પ થી ૬ શ્રમિકો કામ કરી રહ્યા હતાં, જેમાંથી ર શ્રમિકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વહીવટી તંત્રની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ સ્થળે ફટાકડા માટેની દિવેટો (વાટ) બનાવવાનું કામ ચાલતું હતું, જો કે આ કારખાનું કેટલા સમયથી ધમધમતું હતું અને તેની પાસે સત્તાવાર લાયસન્સ કે મંજુરી હતી કે નહીં તે અંગે પ્રાંત અધિકારીએ હાલ અજાણતા વ્યક્ત કરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial