Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિ.ની કેટલીક ટ્રેનો પ્રભાવિત

ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અંતર્ગત

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ર૭: ઉત્તર રેલવેના લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અંતર્ગત ઓએચઈ સંશોધન કાર્ય માટે બ્લોકના કારણે કેટલીક ટ્રેનોના રૂટ અસ્થાયી રૂપે બદલવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન સંખ્યા ૧પ૬૩પ ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ર૬ જૂનથી ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ સુધી પોતાના નિયમ રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે તેમજ ટ્રેન સંખ્યા ૧પ૬૩૬ ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ર૯ જૂનથી ૭ સપ્ટેમ્બર ર૦ર૬ સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.

ઉપરાંત ટ્રેન સંખ્યા ૧પ૬૬૭ ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ર૭ જૂનથી ૧ર સપ્ટેમ્બર ર૦ર૬ સુધી પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે. ટ્રેન સંખ્યા ૧પ૬૬૮ કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ ૧ જુલાઈથી ૯ સપ્ટેમ્બર ર૦ર૬ સુધી પોતાના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh