Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિ પર્વે સમસ્ત આહિર સમાજ માટે
જામનગર તા. ૧૩: જામનગરમાં સમસ્ત આહિર સમાજ માટે મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહાપ્રસાદી તથા બ્લડ ડોનેશન કેમ્પ પણ ખુલ્લો મુકવામાં આવશે તે ઉપરાંત રાત્રે ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરાયું છે.
જામનગરમાં મકર સંક્રાંતિના દિવસે સમસ્ત આહિર સમાજને સાંકળી લેતા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોની ગ્રાઉન્ડમાં સમૂહ ભોજન, બ્લડ ડોનેશન કેમ્પ અને ભવ્ય કૃષ્ણ રાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આહિર યુવા ગ્રુપ અને આહિર સમાજ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાનો તેમજ રાસોત્સવમાં જાણીતા મંડળી ગાયક નારણભાઈ આહિર સહભાગી બનશે.
દર વર્ષે મકર સંક્રાતિના દિવસે યોજાતા આ કાર્યક્રમનું આ વખતે પણ તા. ૧૪-૧-૨૦૨૫ના મંગળવારે મકર સંક્રાંતિના દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સત્યમ કોલોનીમાં ઓશવાળ કોલોની -૨ રોડ, આહિર સમાજ અને શ્રીજી હોલ વચ્ચે આવેલા મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં ત્રિવિધ કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે.
સતત ૧૪મા વર્ષે થનાર ભવ્ય સમૂહ ભોજનના કાર્યક્રમની રૂપરેખા મુજબ બપોરે બે વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બહુમૂલ્ય લોહીનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સમાજના યુવાનો સહીત બહેનોને પણ આ ભગીરથ સેવા યજ્ઞમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. બ્લડ ડોનેશનની સાથે સાથે જ સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમ બાદ રાત્રે સાડા આઠ વાગ્યા થી અગ્યાર વાગ્યા સુધી ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૌટા વાળા નારણભાઈ આહિરની સંગાથે રાસોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ સહીત આહિર સમાજના અગ્રણીઓ હાજર રહેશે. જામનગરમાં રહેતા તમામ આહિર સમાજના પરિવારજનોને આ કાર્યક્રમમાં સહભાગી બનવા આહિર યુવા ગ્રુપ વતી પ્રમુખ મહેશભાઈ નંદાણીયાએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial